મત માટે મદિરા: ​​​​​​​ભાજપાની ચૂંટણી સભા પછી ખુલ્લેઆમ વિદેશી દારુનુ વિતરણ કરાતો વીડિયો વાઇરલ થતાં ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યમંત્રી બચુભાઇ ખાબડના મત વિસ્તાર દેવગઢ બારીયાના જંબુસરનો વીડિયો હોવાના મેસેજ વહેતા થયા એસપીએ 75 લાખના વિદેશી દારુ ઝડપ્યાની જાહેરાતના કલાકોમાં જ વીડિયો વાઇરલ થયા

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર 26 તારીખે સાંજે પાંચ વાગે બંધ થઇ ગયો છે.જેથી હવે દર ચૂંટણીની માફક નાંણા અને દારુની રેલમછેલ થશે. તેવા સમયે એક ગામડામાં ભાજપાની મિટીંગ બાદ વિદેશી દારુનુ ખુલ્લેઆમ વિતરણ કરાતો હોવાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો દોવગઢ બારીયા તાલુકાના જંબુસર ગામના હોવાનુ કહેવાય છે.

દાહોદ જિલ્લામાં જિલ્લા રંચાયત,9 તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે શાંત થઇ ગયા છે.જેથી હવે ખાટલા મિટીંગો અને ડોર ટુ ડોર પ્રચાર કામગીરી ચાલશે.તેની સાથે રાતના અંધારામાં દારુના કોઠારો અને નાંણા કોથળી ખુલ્લી મુકી દેવામાં આવશે.આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.સરપંચ થી લઇને સંસંદ સુધીની ચૂંટણીઓ તેના સહારે જ જીતવાના પ્રયાસ કરવામાં આવે છે.

તેવા સમયે ભારતીય જનતા પક્ષની એક પ્રચારસભાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.જેમાં પ્રચાર સભા પછી દારુ અને બીઅરનુ સરેઆમ વિતરણ કરાતુ હોવાનુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.આ વીડિયો જૂના છે કે પછી હાલના છે અને કયા ઉમેદવારના છે તેની કોઇ સ્પષ્ટતા થઇ રહી નથી પરંતુ આ વીડિયો દેવગઢ બારીયા તાલુકાના જંબુસર ગામના હોવાનુ કહેવાઇ રહ્યુ છે.ત્યારે આવુ કોઇ એક જ ગામમાં બનશે કે બન્યુ હશે તેમ નથી પરંતુ જો છેલ્લી રાતોમાં બાજ નજર રાખવામાં આવે તો ગ્રામ્ય તો ઠીક પણ શહેરી વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ સામે આવી શકે છે.

આ વીડિયોમાં જે ભાષા સાંભળવા મળે છે તેના પરથી દેવગઢ બારીયા તાલુકાનો હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યુ છે. જો તેમાં તથ્ય હોય તો આ વિસ્તાર ભા જપાના ધારાસભ્ય રાજ્ય સરકારમાં મંત્રી બચુભાઇ ખાબડનો છે.તેઓ હાલ ચૂંટણીને અનુલક્ષીને વ્યસ્ત હોવાથી સંપર્ક થઇ શક્યો ન હતો.તે વિસ્તારના ડીવાયએસપીએ પણ ફોન ઉપાડયો ન હતો.

આમ તો પોલીસ વિભાગ દ્રારા વિદેશી દારુની બદી ડામવા માટે લાખોનો દારુ ઝડપી પાડવામાં આવ્યો હોવાનુ જાહેર કરાય છે.જિલ્લા પોલીસ વડાએ જ તારીખ આ વીડિયો વાઇરલ થયાના ત્રણ કલાક પહેલાં જ જણાવ્યુ હતુ કે દાહોદ જિલ્લામાંથી આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ આજ દિન સુધીમાં રુ.75,00,000 નો વિદેશી દારુ ઝડપીી પાડવામાં આવ્યો છે ત્યારે હવે જિલ્લામાં દારુબંધીની સ્થિતિનો કયાસ કાઢી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: