મજુરીની લાલચ આપી પરિણીતાનું અપહરણ કરી પાંચ યુવકોનું સામુહિક દુષ્કર્મ

  • ઉમરેઠ નજીક કૃત્ય આચર્યુ

દિવ્ય ભાસ્કર

Aug 14, 2020, 04:00 AM IST

દાહોદ. ગરબાડા તાલુકાના દેવધા ગામે સીમેળ ફળિયામાં રહેતો શૈલેષભાઈ હીમાલભાઈ દેહદા 4 ઓગસ્ટ રોજ ગરબાડા તાલુકાના એક ગામમાં રહેતી ૩૨ વર્ષીય પરીણિતાના ઘરે ગયો હતો. ચંદલા ગામેથી ઘઉં, મકાઈ વડોદરા લઈ જવાના છે અને તને તારા પતિએ બોલાવેલ છે, તેમ કહી પરીણિતાને પોતાની મોટરસાઈકલ પર બેસાડી લઈ ગયો હતો. રસ્તામાં દેવધા ગામે આવતા મોટરસાઈકલનું ટાયર પંચર થઈ ગયું છે કહીને પરણિતાને મોટરસાઈકલ પરથી ઉતારી હતી.

પાંચેય જણાએ પરણિતા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ
​​​​​​​
બાદ પોતાના જ ગામમાં રહેતા સોમાભાઈ જીથરાભાઈ દેહદા, મહેન્દ્રભાઈ સોમાભાઈ દેહદા, સંજુભાઈ બાલુભાઈ દેહદા અને હીમાલાભાઈ જીથરાભાઈ દેહદા એક બોલેરો ગાડીમાં સવાર થઈ આવ્યા હતાં. બોલેરોમાં બેસાડીને શૈલેષે ચાલ તને મારે બૈરી તરીકે રાખવાની છે તેમ કહી બળજબરીથી ઉમરેઠ પાસેના ગામડામાં લઇ ગયા હતાં.ત્યાં પાંચેય જણાએ પરણિતા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું. યુવકોની ચુંગાલમાંથી છટકીને ઘરે ગયેલી પરીણિતાએ પોતાની સાથે બનેલી બીના પરિવારને વર્ણવ્યા બાદ તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: