ભેદી મોત: દાહોદમાં એક જ ઝાડ પરથી એકસાથે 4 પક્ષીના ભેદી મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદમાં પતરંગાના ભેદી મૃત્યુથી લોકોમાં બર્ડફ્લુનો ગભરાટ ફેલાયો.
- બર્ડફ્લૂનો વાવર હોવાથી પક્ષીઓના મોતથી દહેશત ફેલાઇ
- પોસ્ટમોર્ટમ માટે ભોપાલ અને અમદાવાદ મોકલી આપ્યા
દાહોદમાં એક ઝાડ ઉપરથી એકસાથે ચાર પતરંગા પક્ષી ટપોટપ પડતા તેના મોત નીપજ્યાં હતા.દાહોદ શહેરના સ્ટેશનરોડ સ્થિત ફખરી સોસાયટી વિસ્તારમાં બપોરના સમયે એક ઘટાટોપ ઝાડ ઉપરથી અચાનક જ વારાફરતી ચાર પતરંગા તરફડીયા ખાતાંખાતાં ટપોટપ નીચે પડ્યાં હતાં.જે જોતાવેંત સ્થાનિકોએ અનુકંપા દાખવીને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો જુઝર બોરીવાલા તથા અબ્દેઅલી લીમડીવાલા આ બાબતે જાણ કરતા જ બંને પ્રકૃતિપ્રેમીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આજકાલ કોરોનાની સાથેસાથે બર્ડફ્લુનો પ્રકોપ ચોમેર પણ ફેલાયો હોઈ સ્થાનિકોમાં પક્ષીઓના આ આકસ્મિક મોતથી તે બાબતે સંદેહ ફેલાયો હતો.
તે સહુએ આ પતરંગાઓના મોતના સાચા કારણની સત્વરે તલસ્પર્શી તપાસ થાય તેવી લાગણી દર્શાવતા બંને પ્રકૃતિપ્રેમીઓએ સત્વરે આ ચારેય મૃત પતરંગાઓની શહેરના વનવિભાગમાં નોંધ કરાવીને બાદમાં નજીકના પશુ ચિકિત્સાલય ખાતે પહોંચાડ્યા હતા. જ્યાં પશુ ચિકિત્સકે ચાર પૈકીના એક -એક પતરંગાના મૃતદેહને અમદાવાદ અને ભોપાલની લેબોરેટરીમાં આવું કયા કારણોસર થયું તે જાણવા પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપ્યો છે.
જ્યારે કે આ સમયે દોડી જનાર પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય જુઝર બોરીવાલાના મતે આ પક્ષીઓના મોતનું કારણ આજકાલ વ્યાપ્ત બીમારી બર્ડ ફ્લુ પણ હોઈ શકે અથવા શક્ય છે કે આસપાસના વિસ્તારમાં કોઈકે પોતાના ઘરે પેસ્ટ્રીસાઈઝ દવાનો છંટકાવ કરતા વંદા વગેરે મર્યાં હોય તેને એમ જ બહાર ફેંકી દેવાતા જીવજંતુ જ જેનો ખોરાક છે તેવા આ પતરંગા (બી-ઈટર)એ દવાથી મરેલા જંતુઓ ખાઈ લેતા પણ આવું બન્યું હોઈ શકે છે તેમ જણાવ્યું હતું.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed