ભાસ્કર વિશેષ: 91 વર્ષીય વૃદ્ધે સંક્રમિત બાદ પણ વેક્સિનના બંને ડોઝના પ્રતાપે હેમખેમ ઘરવાપસી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના વૃદ્ધ આજે ગુજરાત ‌સ્થાપના દિને 92મો જન્મદિવસ પરિવાર સંગ ઉજવશે

દાહોદના એક વૃદ્ધે કોરોનાથી સંક્રમિત થયા બાદ મક્કમ મનોબળ કેળવી પોતાના 92 મા જન્મદિન પૂર્વે હોસ્પિટલમાંથી સારવાર પામી પુન: ઘરવાપસી કરતા તેમના ઘર પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.દાહોદ નહેરુ સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ગોરધનદાસ શાહને એક સપ્તાહ પૂર્વે સંક્રમિત હોવાની જાણ થઈ હતી. બાદમાં તેમના પરિવારજનોએ તેમને શહેરની અર્બન હોસ્પિટલમાં સારવાર કાજે દાખલ કર્યા હતા. જ્યાં પાંચ દિવસની સંપૂર્ણ સારવાર લીધા બાદ ગુજરાત સ્થાપના દિન તા. 1 મે ના પોતાના જીવનકાળના 92 વર્ષમાં પ્રવેશ પૂર્વ દિવસે જ તેમને ડિસ્ચાર્જ અપાતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે વયોવૃદ્ધ કૃષ્ણકાંતભાઈ શાહના બે સંતાનો પૈકી નિવૃત્ત બેન્કકર્મી નિશિથભાઈ અને હાલમાં બેન્કમાં ફરજ બજાવતા પુત્ર જયરાજભાઈ, વર્ષોથી નિયમિત યોગ- પ્રાણાયામ કરતા રહી સંયમિત આહાર લે છે. તો એ બંનેએ પણ કોરોનાની વેક્સિન લઈ લીધી હોઈ કોરોનાગ્રસ્ત બન્યા હતા બાદમાં ઝડપભેર સ્વસ્થતા કેળવી લીધી હતી.

હાલના સમયે નાનીનાની વયના યુવાનો સંક્રમિત થયા બાદ જોતજોતામાં ફેફસાંમાં ઈન્ફેક્શન ફેલાતા કે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને લઈને ગંભીર હાલતમાં આવી જાય છે ત્યારે વૃદ્ધ કૃષ્ણકાંતભાઈએ જણાવ્યું હતું કે ઉંમરવશ હવે લાંબુ ચલાતું નથી પણ શક્યત્ હળવી કસરતો સાથે થોડુંઘણું ચાલવા સાથે સાત્વિક આહારથી સ્વસ્થ રહેવાય છે તેમાં કોઈ બેમત નથી. ઉલ્લેખનીય છે કે આ વડીલે અનુક્રમે માર્ચ અને એપ્રિલ માસમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે જે પણ તેમની હેમખેમ ઘરવાપસી માટેનું મહત્વનું કારણ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: