ભાસ્કર વિશેષ: સબ સેન્ટર, આંગણવાડીમાં ક્ષતિ જણાતાં કર્મચારીઓ સામે પગલાં લેવા હુકમ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગડોઇમાં DDOની અધ્યક્ષતામાં ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો

ગડોઇ ગામે ટીડીઓ રચિત રાજની અધ્યક્ષતામાં “પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ગડોઈમાં પંચાયત દ્વારા થયેલા તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ સાથે ગ્રામજનોને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.

ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે ગડોઈ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર, બાળ વિભાગ હસ્તકની આંગણવાડી તથા નંદઘરની મુલાકાત લીધી હતી. ત્યાં કેટલીક ક્ષતિ જોવા મળતાં સબંધિત સ્ટાફ સામે પગલા લેવા જણાવતા હાજર કર્મી તથા અધિકારીઓમાં સોંપો પડી ગયેલ હતો.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 14માં નાણાપંચના થયેલ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના પી.એમ.એ.વાય તથા નરેગા યોજનાના કામોની પણ સ્થળ ચકાસણી કરી લાભાર્થીઓ સાથે મુલાકાત કરી તેઓના પ્રશ્નો બાબતે હાજર રહેલ અધિકારીઓને સૂચના આપી હતી. “પંચાયત આપના દ્વારે‘ કાર્યક્રમ ટૂંક સમયમાં દાહોદ જિલ્લામાં યોજશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: