ભાસ્કર વિશેષ: સંજેલી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંજેલી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

  • સરપંચના પ્રયાસથી સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનું સમાધાન થયું

સંજેલી પ્રતાપપુરા ટીસાના મુવાડા થઇ કાળિયા હેર તળાવની સિંચાઈ નહેર પર સિંચાઇ વિભાગની બંન્ને સાઇટો પર જમીન આવેલી છે.પરંતુ વહીવટી તંત્રની ક્યાંકને ક્યાંક ભૂલને કારણે નકલમાં જમીન બતાવતી નથી. હાલ આ નહેરની સાઇડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન રસ્તો બનાવવા માટેની મંજુરી મળતા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા કેટલાક ખેડુતો દ્વારા પોતાની માલિકીની જમીન હોય મંજૂરી વિના રસ્તો કઈ રીતે બનાવવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપોને લઇને રસ્તાની કામગીરી બંધ કરાવી હતી. જે કામગીરી ઘણા સમયથી ખોરંભે પડી હતી.

જેને લઇ અવાર નવાર સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત સભ્ય માધવભાઇ ચારેલ, સિંચાઈના અધિકારી કિશોરભાઈ વસૈયાની આગેવાની હેઠળ ખેડુતોને સમજાવી રસ્તા માટેની જમીનની માપણી કરી નાની સંજેલી મુખ્ય માર્ગથી ટીસાના મુવાડા તરફ જતી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકો તેમજ ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તો ન હોવાથી કેટલાંક ખેડુતોને ખેતી માટેના સામાન તેમજ ઈમરજન્સી સેવાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ નવીન રસ્તાની કામગીરી શરૂ થતાં જ આવી અનેક સમસ્યાથી નવીન રસ્તો બનાવવાથી સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: