ભાસ્કર વિશેષ: દાહોદ શહેરના એકમાત્ર ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટના કર્મયોગીઓ હોસ્પિટલની પ્રાણવાયુની જરૂરિયાત સંતોષે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીઓને પ્રાણવાયુ પૂરવા ઓક્સિજન પ્લાન્ટમાં 15થી વધુ વ્યક્તિની દિવસ-રાત મહેનત

કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે. સાથે જ દાહોદના એકમાત્ર ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટના 15થી વધુ કર્મયોગી દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે દિનરાત મહેનત કરી રહ્યા છે.

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં આવેલા બી.જે.એન્ટરપ્રાઇઝ નામના ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટમાંથી જ દાહોદ નગર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલ્સને સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં આ માત્ર 45-50 બોટલ જ રિફિલ થતી હતી. તે બદલે હવે 5થી 7 કલાકની સામે બે પાળીમાં 24 કલાક કામ કરી દૈનિક 800 બોટલ રિફિલ કરવામાં આવી રહી છે.

દાહોદના આ પ્લાન્ટમાં જામનગર સ્થિત રિલાયન્સ કંપની દ્વારા માઇનસ 180 ડિગ્રી જેટલો ઠંડો પ્રાણવાયું પ્રવાહી સ્વરૂપે આપવામાં આવે છે. જે વડોદરાથી અત્રે આવ્યા બાદ અહીં 46 લિટરના જમ્બો તથા 10 લિટરના જ બેસીને વેપાર કરી શકશે. ચીફ ઓફિસર અને તેઓના નિયુક્ત કરેલા પ્રતિનિધિ અને પોલીસ અધિકારીને વેપારીના કોરોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

જાહેરનામાની અમલવારી તા.24 એપ્રીલથી આગામી તા. 30 એપ્રીલ સુધી દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારમાં લાગુ પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધ ગુજરાત એપેડેમિક એક્ટની વિવિધ જોગવાઇ અનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

દૈનિક આઠ ટન ઓક્સિજનની જરૂર
દાહોદ નગર અને જિલ્લામાં વર્તમાન સમયે કોરોનાના દર્દીને દૈનિક આઠ ટનની ઓક્સીજનની જરૂરિયાત રહે છે. તે જથ્થો પૂરો પાડવા માટે અમે અમારી ક્ષમતા કરતા 125 ટકા વધુ રિફિલિંગ કરવા 24 કલાક કામ કરી રહ્યા છીએ. >કુતુબુદ્દીન પારાવાલા, પ્લાન્ટના સંચાલક

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: