ભાસ્કર વિશેષ: દાહોદ નગરપાલિકાના સહયોગથી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞયાત્રાનું સફળ આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 145 કિગ્રા સામગ્રીથી સતત હવન આહુતિનો ક્રમ ચાલ્યો

કોરોના મહામારીના સંક્રમણને રોકવા અને સાથે પર્યાવરણની શુદ્ધિ માટે દાહોદ નગર પાલિકાના સહયોગથી બુધવારે ગાયત્રી પરિવાર દ્વારા દાહોદમાં યજ્ઞયાત્રા આયોજન થયું હતું. ભારતભરમાં ઘરે ઘરે મહા યજ્ઞ કાર્યક્રમની ઘોષણા થાય તે કાજે યજ્ઞયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદમાં પણ ભારતભરની માફક બુધવારે બુદ્ધપૂર્ણિમાના દિવસે તા.26ના રોજ સાંજે 4 કલાકે દાહોદ નગર પાલિકાના સહયોગથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના સહકારથી ગાયત્રી પરિવાર દ્વારા દાહોદના તમામ વિસ્તારોમાં 15 ઝોન બનાવીને પરિભ્રમણ કરતી યજ્ઞયાત્રા નીકળી હતી.

આ દરમ્યાન જે તે 15 વિસ્તારોમાં મહામંત્ર મહા મૃત્યુંજય મંત્રના જાપ સાથે વાતાવરણનું શુદ્ધિકરણ થાય તે શુભાશયથી ફરતા યજ્ઞકુંડોમાં વિશેષ હવન સામગ્રી દ્વારા સતત આહુતિનો ક્રમ પણ અવિરત ચાલુ રહ્યો હતો. આ હવન સામગ્રીમાં કપૂર, અજમો, ગુગલ, લોબાન, તુલસી, લીમડો સહિતની 70 પ્રકારની આશરે 145 કિગ્રા જેટલી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં દાહોદ પાલિકાના જે તે વિસ્તારના કાઉન્સિલરો અને અન્ય ધાર્મિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગાયત્રી પરિવારના આ ઉમદા અભિગમને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: