ભાસ્કર વિશેષ: દાહોદ કલેક્ટર ડો. ગોસાવીએ બાળકોને ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી, મંજૂરી પત્રો આપ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બાળકોને પોતાની ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી અને મંજૂરી પત્રો આપ્યા હતા. - Divya Bhaskar

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બાળકોને પોતાની ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી અને મંજૂરી પત્રો આપ્યા હતા.

  • મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો દાહોદના 22 બાળકોને લાભ પ્રાપ્ત થશે

કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીએ આ યોજનાને વર્ચ્યુઅલી લોન્ચ કરતાની સાથે દાહોદ જિલ્લાના 22 બાળકોને આ યોજનાનો લાભ મળતો થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાકાળમાં સાવ અનાથ બનેલા બાળકો પ્રત્યે ઋજુતા દાખવી પ્રતિમાસ રૂ. 4 હજારની આપવાનો નિર્ણય કર્યો છે. બાળકોના ભરણ પોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ અને લોનસહાય આપવાની બાબતોને આવરી લઇ મુખ્યમંત્રી બાળ સેવા યોજના બનાવી છે.

આ યોજનામાં 18 વર્ષ સુધીના બાળકોને કોઇ પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય લાભ મળશે. અઢાર વર્ષ બાદ બાળકનો અભ્યાસ ચાલુ હોય તો તેમને ૨૧ વર્ષની આયુ સુધી આફ્ટર કેર યોજનાનો લાભ મળશે. દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ઝડપથી અમલીકરણ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરાહનીય કદમ ઉઠાવી બાળકોના દસ્તાવેજોની એકત્રીકરણની કામગીરી જાતે કરાઇ છે. જેમાં 22 બાળકોને આ યોજનામાં આવરી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: