ભાસ્કર વિશેષ: દાહોદમાં મહિલા હેલ્પ લાઇન દ્વારા વૃદ્ધાએ ઘરે જવાની સ્પષ્ટ ના પાડતાં વૃદ્ધાશ્રમમાં ખસેડાઇ, મથુરાની વૃદ્ધાને દીકરા-વહુએ કાઢી મૂકી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદમાં મહિલા હેલ્પ લાઇને અશક્ત વૃદ્ધાને આશ્રય અપાવ્યો હતો. - Divya Bhaskar

દાહોદમાં મહિલા હેલ્પ લાઇને અશક્ત વૃદ્ધાને આશ્રય અપાવ્યો હતો.

  • મહિનાઓથી ફરતાં ફરતાં દાહોદ આવી ફૂટપાથ પર રહેતા હતા

મથુરા વિસ્તારના 65 વર્ષના વૃદ્ધાને તેમના દીકરા વહુ એ ઘર માંથી કાઢી મુક્યા હતા. તેથી તેઓ ફરતા ફરતા દાહોદ શહેરમાં આવી પહોંચ્યા હતાં. લોકડાઉન દરમિયાન તેમની તબિયત પણ બગડી હતી અને ગમે ત્યાં આશરો લઈ સુઈ રહેતા કોઈ જમવાનું આપે તો જમતા, લોકડાઉન દરમિયાન રામરોટી મંડળ તરફથી મળતુ જમવાનું જમીને તેઓ પેટ ભરી લેતા હતાં.

અશક્ત હોવાથી ઠંડીને કારણે તેમની તબિયત બગડતાં ત્રાહિત વ્યક્તિએ વૃદ્ધાની મદદ કરવાની ભાવનાથી અભયમને જાણ કરી હતી. અભયમ ટીમે પૂછપરછ તેમણે આપવીતી વર્ણવી હતી. તેઓ કેટલાય મહિનાઓ થી ફરતાંફરતા દાહોદ આવી ફૂટપાથ પર રહેતા હતા. તેઓને તેમના ઘરે પહોંચાડવાનું જણાવતા તેઓએ ના પાડી હતી. જેથી તેઓ ને સમજાવી સેવાભાવિ સંસ્થાના નિશ્રા વૃદ્ધાશ્રમમા આશ્રય અપાવવામાં આવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: