ભાસ્કર વિશેષ: દાહોદના વતની બે સૈનિકોનું સામૈયું નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- લશ્કરમાંથી સેવાનિવૃત્ત થયેલા બે સૈનિકોનું દાહોદમાં ભવ્ય સ્વાગત થયું
દાહોદ તાલુકાના બે વતનીઓ ભારતીય લશ્કરમાં ફરજ બજાવી નિવૃત થતા દાહોદમાં ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. મૂળ દાહોદના દાહોદના નેલસુરના કનુભાઈ બામણીયા તેમજ ધાનપુરના લક્ષ્મણભાઈ મીનામા વર્ષો લગી નિષ્ઠાપૂર્વક દેશસેવામાં કાર્યરત રહ્યાં અને આર્મીમાંથી ફરજ પૂર્ણ કરીને નિવૃત્તિ લઈ પોતાના વતન દાહોદ આવતા તેમની ફરજનિષ્ઠાને બિરદાવવા તા.5.3.’21 ને શુક્રવારે દાહોદ રેલવે સ્ટેશનથી નીકળેલી સન્માનયાત્રાના ભવ્ય સામૈયામાં આ બંને સૈનિકોના સ્વજનો અને ઓળખીતાઓ ઉત્સાહભેર સંગીતની સુરાવલિઓ સાથે પરંપરાગત નૃત્ય કરતા કરતા નીકળ્યા ત્યારે ઠેકઠેકાણે બંને સેવાનિવૃત્ત સૈનિકોને અનેક લોકોએ હાર પહેરાવી સન્માન કર્યું હતું.
આ ટાણે બંને સૈનિકોના વતનના રહેવાસીઓ અને સ્વજનોએ ભેગા થઈ તેમનું ભવ્ય સામૈયું કરી હારતોરા, બેન્ડવાજા સાથે વાજતેગાજતે તેમની સન્માનયાત્રા કાઢી હતી. આ યાત્રામાં દાહોદ માજી સૈનિક સંગઠનના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યુવાન વયે ભારતીય લશ્કરમાં પસંદ થયા બાદ વિવિધ ટ્રેનિંગ સફળતાથી પાર કર્યા બાદ તેઓએ ભારતના લશ્કરમાં વિવિધ સ્થળોએ વર્ષો લગી સેવા આપી હતી. ભારતીય લશ્કરમાં સેવા આપ્યા બાદ તેઓ 28.2.’21 ના રોજ સેવાનિવૃત્તિ પામ્યા હતા. આ સન્માન ત્રામાં દાહોદ જીલ્લા ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ શંકરભાઈ મોહનીયા, ઉપપ્રમુખ હિંમતભાઈ પરમાર સહિત માજી સૈનિક સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed