ભાસ્કર વિશેષ: ટ્રેનથી છૂટી પડેલી બોગી રિક્ષાને 40 ફૂટ ઢસડી ગઈ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી હતી. - Divya Bhaskar

પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી હતી.

  • દાહોદના 32 ક્વાર્ટર નજીકના ક્રોસિંગની ઘટના, રીક્ષા ચાલકને સામાન્ય ઇજા
  • એન્જિનથી જોડી ત્રણ બોગી વર્કશોપમાંથી રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ લઈ જવાતી હતી

દાહોદ શહેરમાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી. પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી 40 ફૂટ સુધી ધસડાઈ હતી. એન્જીનથી જોડીને ત્રણ બોગીને રિવર્સમાં લવાઈ રહી હતી તે વખતે આ ઘટના બની હતી. રિક્ષાના ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. રેલવે પોલીસ ફોર્સ કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના રેલવે વર્કશોપમાં ઇલેક્ટ્રિક એન્જીન, મેમુ ટ્રેન અને ગુડ્સ તેમજ પેસેન્જર ટ્રેનના બોગી બનાવવા સાથે તેનું રીપેરીંગ કામ પણ કરાય છે. રીપેરીંગ માટે આવેલી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીનું કામ પૂર્ણ થતાં બહાર મોકલવાની હતી. ગુરુવારના રોજ વર્કશોપમાંથી એન્જીન જોડીને આ ત્રણે બોગી ધીમી ગતિએ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ લઈ જવાઈ રહી હતી. ત્યારે સી સાઈડ નજીક બત્રીસ ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ ઉપર બોગી આવતી હોવાનું ધ્યાન ચુકી ગયેલો ચાલક પોતાની રિક્ષા ત્યાંથી કાઢી રહ્યો હતો. તે વખતે જ ટ્રેન સાથે જોડાયેલી છેલ્લી બોગી કપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી.

ઢાળ હોવાથી તેને ઝડપ પકડી લેતા રીક્ષા તેની અડફેટમાં આવી ગઈ હતી. રિક્ષાને ઢસડી જઈ આશરે 40 ફૂટ દૂર જઈને બોગી રોકાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે રીક્ષા ચાલક સમયસૂચકતા વાપરી નીકળી જતા તેનો બચાવ થયો હતો. તેને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવની જાણ થતાં રેલવવા સુરક્ષા બળનો સ્ટાફ તૈયારીમાં દોડી આવ્યો હતો. ઘટના બનતા એન્જીન સાથે જોડાયેલી બંને બોગી ફરીથી વર્કશોપ માં લઇ જવાઈ હોવાનું જાણવા મળ્યુ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ ઘટના બની હોવાનું સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: