ભાસ્કર વિશેષ: ચૂંટણીમાં ડખો ન કરવા 5939 લોકોને પોલીસની સૂચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં એક માસમાં 5939 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા
  • CRPC 110 મુજબ સૌથી વધુ કાર્યવાહી કરાઇ, નાની મારામારીથી માંડીને મોટા ગુનામાં શામેલ લોકો સામે કાર્યવાહી : દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 507 લોકોને ખંગાળ્યા

દાહોદ જિલ્લામાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાઇત માનસિકતા ધરાવતાં લોકો સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવતાં હોય છે. ત્યારે દાહોદ જિલ્લામાં નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લામાં માત્ર એક જ માસમાં વિવિધ ગુનામાં શામેલ 5939 લોકો સામે અટકાતી પગલાં લેવામાં આવ્યા છે અને કાર્યવાહી હાલ પણ ચાલુ છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં નાની મારા મારીથી માંડીને હત્યા સહિતના વિવિધ પ્રકારના મોટા ગુનાનો સિલસિલો આખું વર્ષ ચાલે છે. ત્યારે આ ગુનામાં પકડાયેલા લોકો સાથે ગુનાઇત માનસિકતા ધરાવતાં લોકો ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગાડનારા લોકો સામે પોલીસ દ્વારા 107, 110, 109, જીપીએ 56, જીપીએ 122, જીપીએ 124 અને પ્રોહિ 93 મુજબ અટકાયતી પગલાંઓ લેવામાં આવે છે.

આગામી દિવસોમાં નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પગલે જિલ્લામાં પોલીસે એક માસ પહેલાં જ ચૂંટણીને અનુલક્ષીને અટકાયતી પગલાં લેવાનું શરૂ કર્યું હતું. આખા દાહોદ જિલ્લામાં એક માસમાં ભૂતકાળમાં ચૂંટણીમાં ડખો કરનારા તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 5939 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ત્યારે કોઇ ડખો ન કરવાની નશ્યત કરવા માટે પોલીસ દ્વારા આ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી ચાલુ રાખી છે.

કઇ કલમ મુજબની અટકાયત

કલમ લોકો
CRPC 107,151 1367
CRPC 107,116(3) 1250
CRPC 109 19
કલમ લોકો
CRPC 110 2769
પ્રોહિ-93 50


Related News

Comments are Closed

%d bloggers like this: