ભાસ્કર વિશેષ: ખેડૂતોની આવક વધારવા સેટેલાઇટથી જગ્યા નક્કી કરાશે, મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ક્લસ્ટર ફેસિલેશન પ્રોજેક્ટ શરૂ કરાશે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • To Increase The Income Of Farmers, Space Will Be Determined From Satellite, Cluster Facilitation Project Will Be Started As An Ambitious District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ  કર્મચારીઓ સાથે ડીડીઓની સમીક્ષા બેઠક. - Divya Bhaskar

ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ  કર્મચારીઓ સાથે ડીડીઓની સમીક્ષા બેઠક.

  • ઝાલોદ અને દે. બારિયામાં પ્રોજેક્ટની અમલવારી કરાશે : 14 મુદ્દા પર કામ કરવામાં આવશે

મહત્વકાંક્ષી જિલ્લામાં સમાવિષ્ઠ દાહોદમાં ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ શરૂ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા ઘોષણા કરી છે. ઝાલોદ અને બારિયામાં પ્રોજેક્ટની અમલવારી કરાશે. ખેડુતોની આજીવીકા વધારવા માટે 14 મુદ્દા આધારિત કામગીરી કરશે. જેમાં કૃષિ સાથે કુદરતી સંસાધનોની જાળવણી અને વનીકરણ માટે સેટેલાઇટથી જગ્યા નક્કી કરશે.

મહાત્માગાંધી નરેગા યોજનાના અસરકારક અમલીકરણ માટે નીતિ આયોગ દ્વારા જાહેર કરેલ દેશના કુલ ૧૧૭ મહત્વકાંક્ષી જિલ્લાઓ સાથે દાહોદમાં પણ ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ શરુ કર્યો છે. દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં તેનું અમલીકરણ કરાશે. કુદરતી સંસાધનોની જાળવણી ને લગત કામો , વનીકરણના કામો કૃષિ આધારિત કામો અને ખેડૂતોની આવકમાં વધારો અને આજીવિકામાં સુધારો થાય તેવા કામો આધારિત આ14 મુદ્દા સાથેના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે.

મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત આગામી વર્ષમાં કરવામાં આવનાર કામો GIS આધારિત તથા વૈજ્ઞાનિક રીતે કરાશે.કયા પ્રકારના કામોથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમની આજીવિકામાં સુધારો થશે તેવા કામો ઉપર ભાર મુકાશે. CPF અંતર્ગત કરવામાં આવનાર કામો GIS આધારિત એટલે કે સેટેલાઈટ દ્વારા નક્કી કરેલ જગ્યાએ તથા વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે. આ માટે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે મનરેગા સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: