ભાજપની ચિંતામાં વધારો: ભાજપામાં મહત્વના હોદ્દા ખાલી હોવાથી દાહોદ નગરપાલિકાનો ચુંટણી જંગ રામ ભરોસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસે કાર્યકારી નિમણુકો કરી પણ ભાજપામાં બે ત્રાજવે તોલાતા ન્યાયનો આંતરિક મત પ્રભારી, પ્રમુખ અને મહામંત્રી વિનાની સેના દિશાહિન ન હોઇ શકે?

દાહોદ નગરપાલિકાની ચુંટણીમાં પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે. પાલિકામાં શહેર સંગઠનના મહત્વના હોદ્દેદારો અથવા તેમના સંબંધીઓ ચુંટણી લડી રહ્યા છે તેમ છતાં કોઇ નવી નિમણુક કરવામાં આવી નથી. જેથી ચુંટણી પ્રચાર માત્ર ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પ્રમુખો ચુંટણી લડતા હોવાથી કાર્યકારી પ્રમુખઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેથી શહેર ભાજપાના કાર્યકરઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપના બળવાખોરોએ પક્ષની ચિંતા વધારી દાહોદ નગર પાલિકામાં આ વખતે ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે, ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને અપક્ષો મેદાનમાં છે. કેટલાક વોર્ડમાં ભાજપાના બળવાખોરોએ પક્ષની ચિંતા વધારી દીધી છે તો ઘણી જગ્યાએ ટિકિટ ન મળતાં કેટલાકે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે. જેથી ભાજપા સંગઠનના મહત્વના હોદ્દેદા઼રો અથવા તેમના સંબંધીઓ ચુંટણી લડી રહ્યા છે.

મોટા ભાગના પદ ચુંટણી ટાંણે જ ખાલી શહેર ભાજપા પ્રમુખ, એક મહામંત્રીના ધર્મપત્નીઓ ચુંટણી લડતા હોઇ બંન્નેએ રાજીનામા આપ્યા છે. તેવી જ રીતે એક મહામંત્રી પોતે ચુંટણી જંગમાં હોવાથી તેમણે પણ પદ છોડી દેવું પડ્યુ છે. એક શહેર ઉપપ્રમુખે પણ તેમના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હોવાથી તેઓએ પણ રાજીનામુ આપી દીધુ છે. બીજું તો ઠીક શહેર સંગટન પ્રભારી પણ પાલિકાની ખુરશીની દોડમાં હોવાથી તે જગ્યા પણ ખાલી છે. આમ મહત્વના મોટા ભાગના પદ ચુંટણી ટાંણે જ ખાલી છે અને કોઇ વચગાળાની નિમણુકો કરવામાં આવી નથી. જેથી સંગઠનના બળે જ આગળ આવેલી ભારતીય જનતા પાર્ટીમાં દાહોદ શહેરનું સંગઠન માળખુ પૂર્ણ ન હોવાથી ચુંટણી પ્રચાર કાર્ય પોત પોતાની રીતે ચાલી રહ્યુ હોવાનો કાર્યકરોનો મત છે.

જૂના સાથીઓએ બળવો કરી પંજાને પકડ્યો ચુંટણી ઇન્ચાર્જના વોર્ડમાં પણ જૂના સાથીઓએ બળવો કરી પંજાને પકડી લીધો હોવાથી તેઓ પણ સ્વાભાવિક રીતે જ વ્યસ્ત હોઇ શકે છે ત્યારે જે પક્ષમાં સંગઠન જ સર્વોપરી છે તેવા ભાજપામાં શહેર સંગઠનને ચુંટણી વેળાએ જ ખાલી રખાતા પદ વાંચ્છુઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. બીજી તરફ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયતની અને શહેર કોંગ્રેસ પ્રમુખ નગર પાલિકાની ચુંટણી લડતા હોવાથી ચુંટણીમાં પ્રચાર કાર્યને નેતૃત્વ અને માર્ગદર્શન મળી શકે તેના માટે આ બંન્ને મહત્વના પદો પર કાર્યકારી પ્રમુખઓની નિયુક્તિ કરી દેવાતા ભાજપાના કાર્યકરોમાં ઘણા્ં પ્રશ્નાર્થો ઉભા થઇ રહ્યા છે.

અસંતોષ ઉભો ન થાય તેમાટે હાલ કોઇ નિયુક્તિ નહીં કેટલાક કાર્યકોના મત પ્રમાણે ચુંટણીં ટાંણે વધારે અસંતોષ ઉભો ન થાય તેના માટે હાલ કોઇ નિયુક્તિ કરવામાં આવતી નથી, ત્યારે કેટલાક કાર્યકરો એવો તર્ક પણ રજૂ કરી રહ્યા છે કે આખી ટર્મ માટે નિમણુક ન કરીને ફક્ત ચુંટણી માટે જ જાહેરાત કરી શકાય તેમ છે. ત્યારે એવો પણ સુર સાંભળવા મળી રહ્યો છે કે એક તરફ આટલો અસંતોષ ફેલાયેલો છે ત્યારે મોવડી મંડળ વધુ કોઇ જોખમ લેવા માંગતુ નથી. તેમને જમવાનો સમય પણ ન હોય કોઇ પણ પ્રકારની ચુંટણી હોય તેમાં કોઇ પણ એકમના અને તેમાંયે ભાજપાના પ્રમુખ અને મહામંત્રીઓને ઉમેદવારીથી પરિણામ સુધી જમવાનો સમય પણ ન હોય. કારણ કે તેમના નેતૃત્વમાં જ ચુંટણી જંગ લડવાનો હોય છે. ત્યારે દાહોદ શહેરમાં તો હાલ લશ્કર ક્યાં લડે છે તે જ ઘણાં વોર્ડમાં તો સમજાતું નથી તેવી માહિતી મળી છે.

જેમના હાથમાં રીમોટ કંટ્રોલ છે તે નેતાઓ બીજી રીતે વ્યસ્ત ભાજપાના જ કેટલાક કાર્યકરો ટીંખળ પણ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જેમના હાથમાં રીમોટ કંટ્રોલ છે તેવા નેતાઓ એક યા બીજી રીતે વ્યસ્ત છે. ત્યારે તેમની પાસે સમય ન હોવાથી આવી મહત્વની જાહેરાતો થઇ શકે જ નહી તેવુ સ્પષ્ટ સાંભળવા મળી રહ્યુ છે. ત્યારે હવે બીજી માર્ચે પરિણામ જાહેર થાય ત્યાર પછી જ શહેરના જે હોદ્દેદારો નિમવાના છે તે કામગીરી હાથ પર લેવામાં આવશે તેવુ દ્રઢતા પૂર્વક માનવામાં આવી રહ્યુ છે.

પહેલાં હોદ્દા પછી ટિકિટની લ્હાણી શહેર ભાજપાના કેટલાક જૂથોમાં એવો ગણગણાટ પણ થઇ રહ્યો છે કે પહેલાં હોદ્દાની લ્હાણી કરી અને તેમણે પોતાની ટિકિટો પાકી કરવા ગમે તેમ કરીને હોદ્દા મેળવી પણ લીધા.પછી ચોક્કસ ગણતરીબાજ નેતાઓના આશીર્વાદથી તેમને જ ટીકીટોની લ્હાણી પણ કરી દીધી અને હવે રાજીનામા લીધા. તો શું સંગઠનને મજબુત કરવા તેમજ ચુંટણી જંગ જીતવા આ મુઠ્ઠીભર નેતાઓ જ સક્ષમ છે ત્યારે બીજા કાર્યકરો કશું જ કરી શકવાને શક્તિમાન નથી તેવા પ્રશ્નાનો પણ સંજોગો પ્રમાણે ચર્ચાઇ રહ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: