બ્લેકમેલ: સાળી બનેવી વચ્ચેના આડા સંબંધ બાબતે મહિલાને બદનામ કરી તેના પતિને પતાવી નાખવાની ધમકી આપી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના ગલાલીયાવાડમાં બે વર્ષ પહેલા આડા સંબંધ હોવાના પોસ્ટર લગાવ્યા હતા મોબાઈલ પર પણ ખોટા મેસેજ કરતા છેવટે મહિલાએ ફરિયાદ કરી

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે બે વર્ષ પહેલા સાળી-બનેવી વચ્ચે આડા સંબંધો હોવાના બે વ્યક્તિઓ દ્વારા પોસ્ટરો તૈયાર કરી વિસ્તારમાં લગાવી દીધા હતા. આડા સંબંધો વિશેના મેસેજા મોબાઈલ ફોન પર મોકલ્યા બાદ સાળીની નણંદને ખોટા આક્ષેપો કરી ચાર જેટલા ઈસમોએ એક ગાડીમાં ઘરે આવ્યાં હતાં. અને સાળીના પતિનો કોલર પકડી માર મારી ભારે ધિંગાણું મચાવી મારી નાખવાની ધમકી આપી ચારે જણા નાસી ગયા હતા. આ સંબંધે સાળી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

પ્રકાશભાઈએ બન્ને વચ્ચેના આડા સંબંધો વિશે મેસેજો મોકલ્યા

ગલાલીયાવાડ ગામે મકવાણા ફળિયામાં રહેતાં સારાબેન જવસીંગભાઈ મકવાણા અને પ્રકાશભાઈ જવસીંગભાઈ મકવાણાએ આજથી બે વર્ષ પહેલાં પોતાના જ ફળિયામાં રહેતી રીટાબેન અમીતભાઈ મકવાણા અને તેમના બનેવી વિશે બન્ને વચ્ચે આડા સંબંધો હોવાના પોસ્ટરો તૈયાર કરાવી જાહેર રસ્તા પર ઈલેક્ટ્રીક થાંભલા પર આ પોસ્ટરો લગાવ્યાં હતાં. ગત તા.11 મેના રોજ સાળી-બનેવીના મોબાઈલ ફોન પર પ્રકાશભાઈએ બન્ને વચ્ચેના આડા સંબંધો વિશે મેસેજો મોકલ્યા હતાં. આ બાદ પંકજભાઈ જવસીંગભાઈ મકવાણાએ રીટાબેનની નણંદને ખોટા આક્ષેપો કરી ફોન પર ઝઘડો કરી તકરાર કરી હતી.

પતિનો કોલર પકડી ગડદાપાટુનો માર માર્યા

અને બાદમાં તારીખ 1 જૂનના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે રીટાબેનને ઘરે સારાબેન જવસીંગભાઈ મકવાણા, પ્રકાશભાઈ જવસીંગભાઈ મકવાણા, પંકજભાઈ જવસીંગભાઈ મકવાણા અને પ્રગ્નેશભાઈ ઉર્ફે ભોલુભાઈ મકવાણા ગાડીમાં આવ્યાં હતાં. જેમાં રીટાબેનના પતિ અમીતભાઈનો કોલર પકડી તેઓને ગડદાપાટુનો માર માર્યા હતો. તથા શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ગાળો બોલી કહેવા લાગેલા કે, તને આજે નહીં તો કાલે છોડીશું નહીં, તેવી ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવી ચારેય જણા નાસી જતાં આ સંબંધે રીટાબેન અમીતભાઈ મકવાણાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: