બોગસ કોરોના વોરિયર્સ: દાહોદમાં કોરોના વોરિયર્સને નામે મળતિયાઓના રસીકરણની ફરિયાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોતાના સંબંધીઓ યોગ્યતા ન દરાવતા હોવા છતાં રસી મુકાવી દીધી આરોગ્ય વિભાગના ધ્યાને પણ કેટકા કિસ્સા આવ્યા હોવાથી તપાસની સંભાવના

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબરે છે ત્યારે જિલ્લા મથક દાહોદમાં થયેલા રસીકરણ મામલે કેટલાક પ્રશ્નાર્થો ઉભા થયા છે.કારણ કે કેટલેક ઠેકાણે કોરોના વોરિયર્સના નામે મળતીયાઓને રસી અપાવી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે કોણે કેવી રીતે ગેરલાભ ઉઠાવ્યો છે તે તપાસનો વિષય છે.

દાહોદ જિલ્લામાં કોરોનાનાકુલ કેસ 2800 નોંધાઇ ચુક્યા છે અને તેમાંથી કોરોના તેમજ કોરોના સહિત અન્ય બીમારીથી પીડાતા 91 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બીજી તરફ જિલ્લામાં 16 જાન્યુઆરીતી કોરોનાનુ રસીકરણ શું થઇ ચુક્યુ છે જે હાલ પણ ચાલી રહ્યુ છે. સૌ પ્રથમ ફ્રન્ટ લાઇન કોરોના વર્કર્સ એટલે કે તબીબો અને આરોગ્ય કર્મીઓને રસી મુકવામાં આવી હતી ત્યાર બાદ બીજી હરોળના કોરોના વોરિયર્સને પણ રસીકરણ શરુ કરી દેવામાં આવ્યુ છે. તેની સાથે ખાનગી દવાખાનાઓના ડોક્ટર્સ તેમજ તેમના સ્ટાફને પણ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. તેના માટે હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓની યાદી મંગાવી આરોગ્યકર્મીઓ દ્રારા તેમનુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.જેથી જે યાદી હોસ્પિટલ કે જે તે સંસ્થા દ્રારા આપવામાં આવી તેને માન્ય રાખીને રસીકરણ કરી દેવામાં આવ્યુ છે.તેવા સમયે મળતી માહિતી પ્રમાણે કેટલીક સંસ્થાઓ તેમજ દવાખાનાઓમાં સંચાલકોના સંબંધીઓનુ રસીકરણ પણ કરી દેવામાં આવ્યુ છે.

આવા લોકો કોરોના વોરિયર્સ ન હોવા છતાં ગમે તે રીતે યાદીમાં નામ ઘુસાડીને વેક્સીનેશન કરાવી દીધી હોવાની ફરિયાદો ઉભી થઇ છે. આ બાબતે આરોગ્ય વિભાગમાં તપાસ કરતાં તેમના ધ્યાને પણ આવા કેટલાક કિસ્સા સામે આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે પરંતુ રસીકરણ કરવાની પધ્ધતિ જ એવી છે કે તેમાં ખરાઇ થઇ શકે તેમ નથી.કારણ કે યાદી મોકલનારે પોતાના મળતિયાઓના નામ કોઇ કર્મચારી કે વહીવટકર્તા તરીકે આપી દીધા હોય તો તેની ચકાસણી ક્યારે અને કેવી રીતે કરાય તે પણ એક પ્ર્શ્ન છે.હવે આ ગેરરિતીની તપાસ કરવામાં આવશે કે પછી તેની પર પડદો પડી જશે તે હાલ કહેવું અશક્ય છે.


Related News

Comments are Closed

%d bloggers like this: