બે વર્ષથી હથિયારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી LCB દાહોદ

 
 
 
રેન્જ IGP સાહેબ, ગોધરા રેન્જનાઓએ દાહોદ જિલ્લા ખાતે બનતા વણ શોધાયેલ ગુનાઓ શોધવા/અંકુશમાં લેવા બાબતે સરહદી રાજ્યોના ગુનેગારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના કરાયેલ હોય તેની ચુસ્ત અમલવારી સારું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ નાઓએ LCB/SOG/ પેરોલ સ્કવોર્ડની ટીમોને આવા ગુનેગારોની યાદી બનાવી તેમજ આવી ગેન્ગોના ઈસમો/બાકી પકડવાના આવા ગુનેગારો ટ્રેસ કરવા સારૂ હ્યુમન ઇન્ટેલિજન્સ / ટેકનીકલ સર્વેલન્સ વિ. માધ્યમોનો ઉપયોગ કરી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપતા તેની અમલવારી સારૂ LCB ની ટીમ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન લો.ર. હારૂન ઇસ્માઇલ, LCB ને ચોક્કસ બાતમી મળેલ કે બે વર્ષથી વોન્ટેડ આર્મ્સ એકટના ગુનાનો આરોપી બલવીરસિંગ ઉર્ફે લક્કી ખ્યાલસિંગ ચીખલીગર રહે.ઉમેટી, ચીખલીગર મહોલ્લા, ગુરુદ્વારાની નજીક તા.વરલા જી.બડવાની, એમ.પી.નાઓ દાહોદમાં સ્ટેશન વિસ્તારમાં આવનાર છે જેથી સદર બાતમી આધારે વોચ કરી / કરાવી સદર ઈસમની અટકાયત કરી તેને દાહોદ ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.-  222/16 આર્મ્સ એક્ટ કલમ – 25 (1-B) A, મુજબના ગુના કામે બે ફરાર આરોપી હોય તેને દાહોદ ટાઉન પોલીસને હવાલે કરેલ છે


Related News

Comments are Closed

%d bloggers like this: