બેદરકારી: વીડિયો કૉન્ફરન્સમાં મામલતદાર ગેરહાજર જણાતાં કલેકટર ચોંક્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- રમજાન માસ-કોવિડ અંગે આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી
જિલ્લામાં વધતાં જતાં સંક્રમણની ચેનને તોડવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે દર અઠવાડિયે બરાતા હાટ બજારો બંધ કર્યા છે તેમજ લીમડી દાહોદ દેવગઢ બારીયા ફતેપુરામાં આઠ થી છ સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે સાથે સાથે જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ની આ મહિનાના અંત સુધીમાં રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે અને કોવિડ મેનેજમેન્ટ માટે અલગ અલગ ડ્યુટી પણ ફાળવી દેવામાં આવી છે.દસ મીને શનિવારના રોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને આવનારા રમજાન માસના તહેવાર ને લઈ તમામ સંજેલી તાલુકાનાં મુસ્લિમ સમાજ ના આગેવાનો તાલુકા સેવા સદન ખાતે શનિવારે બપોરે એક કલાકે વિડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં તહેવાર બાબતે વિવિધ માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી અને કોવિડ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે તાલુકાઓમાં કોરોના કેસોની સ્થિતિ અને કન્ટેઇન્મેન્ટઝોન વિસ્તારની માહિતી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી મેળવી હતી.
દરમિયાન સંજેલી મામલતદાર ગેરહાજર જણાતા કલેકટર ચોંકી ઉઠ્યાં હતાં અને ચાલુ વીસીમાં જ મામલતદારને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલવા સુચના આપી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.બાબતની જાણ થતાજ તાલુકામાં ચારે કોર ચર્ચાનો વિષય બન્યો છે.
રજા મૂકીને મરણમાં ગયા છે
રમજાન અને કોવિડ અંગે વીસી યોજાઇ હતી તેમા મામલતદાર રજા મૂકીને મરણમાં ગયાં છે પરંતુ સાહેબને ધ્યાન પર નહીં હોય એટલે કીધું હશે.>બી એસ સોલંકી, નાયબ મામલતદાર
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed