બેદરકારી: દાહોદમાં હોળી બાદ ખરીદી શરૂ, પણ કોરોનાના નિયમોના ધજાગરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદના બજારોમાં ‌ગીર્દી જામતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. - Divya Bhaskar

દાહોદના બજારોમાં ‌ગીર્દી જામતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે.

  • સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે લોકો માસ્ક વિના જોવા મળે છે

દાહોદમાં હોળી બાદ લગ્નની સિઝન નીકળતા વેપારી આલમમાં ખુશી ફેલાઈ જવા પામી છે. આસપાસના દાહોદના એમ.જી.રોડ, ગાંધી ચોક, નેતાજી બજાર, પડાવ સહિતના વિવિધ વિસ્તારોમાં હકડેઠઠ માનવમેદની ઉભરાય છે. ઘરેણા, કપડા, પગરખાં, વાસણ, તિજોરી કે ખુરશી-ટેબલ લેવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દાહોદના બજારોમાં આવેલ દુકાનોએ આવે છે.

સોશિયલ ડિસ્ટન્સ નથી કેળવાતું અને વધારામાં મોટાભાગના લોકો માસ્ક વિના જ બજારો ખૂંદતા જોવાય છે. ત્યારે તંત્ર દ્વારા વેપારીઓને આ સંદર્ભે કડક સૂચના આપે અને તેમ છતાંય ના માને તો કડક પગલાં ભરીને દંડાત્મક કાર્યવાહી કરવાની લોકલાગણી વહેતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: