બેદરકારી: દાહોદમાં ખાળે ડૂચા દરવાજા મોકળા જેવી સ્થિતિ, શાકમાર્કેટમાં નથી થઈ રહ્યો ગાઈડલાઈન્સનો અમલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- સોશિયલ ડીસ્ટન્સનો સદંતર અભાવ,માસ્ક પણ જાણે મરજિયાત
દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અનેક જાહેરનામા બહાર પાડી કોરોના પર અંકુશ લાવવાના પ્રયાસો કરી રહ્યુ છે .બીજી તરફ દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે આવેલ મહાત્મા ગાંધી શાકભાજી અને ફળફળાદી બજાર સમિતિમાં વહેલી સવારે ભારે ભીડ જોવા મળી રહી છે. આ બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સ્પષ્ટ પણ જોઈ શકાય છે. માસ્ક વગર પણ લોકો ફરતાં જોવા મળી રહ્યાં છે. શાકભાજી તથા ફળફળાદીની ખરીદી માટે આવતાં વેપારીઓ, ફેરીયાઓની વહેલી સવારે આ બજારમાં ભારે અને અસંખ્ય ભીડથી કોરોના સંક્રમણ ફેલાવાનો વધુ ભય સતાવી રહ્યો છે.
દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે આવેલા મહાત્મા ગાંધી શાકભાજી અને ફળફળાદી બજાર સમિતિમાં વહેલી સવારે દરરોજ આસપાસના અને જિલ્લાના વેપારીઓ, ફેરીયાઓ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે. હાલ જ્યારે કોરોના મહામારી જેવી ભયંકર બીમારીથી સમગ્ર દેશમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે આ મહામારીથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી પરંતુ આ બજારમાં દરરોદ અસંખ્ય લોકોની ભીડને પગલે જિલ્લામાં વધુ કોરોના સંક્રમણ ફેલાઈ શકે તેમ લાગી રહ્યું છે.
કારણ કે, અહીં આવતાં વેપારીઓ, ફેરિયાઓ સહિત લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યો છે અને તેમાંય સોશિયલ ડિસ્ટન્સનો તો છડેચોક ધજાગરા ઉડી રહ્યાં છે. વેપારીઓ, ફેરીયા આ બજારમાંથી ખરીદી કરી માર્કેટમાં વેચાણ કરે છે ત્યારે તેઓ થકી અન્ય કેટલા લોકો સંક્રમણમાં આવતાં હશે તે વિચારવું પણ અતિ આવશ્યક બની રહ્યું છે. લાગતું વળગતું તંત્ર જરા આ માર્કેટ તરફ પણ ધ્યાન આપે તે આજના સમયની માંગ છે. આ બજારમાં જાણે વહેલી સવારે મેળો ભરાતો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed