બેદરકારી: દાહોદની મધ્યમાં ધમધમતા માણેક ચોકમાં નમી પડેલો ટાવર મોટી દુર્ઘટના નોતરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલાયે દિવસોથી ટાવર પડું પડું હોવા છતાં તંત્ર ઉંઘે છે એક તરફ ખોદકામથી ટ્રાફિક જામને બીજી તરફ જીવતું જોખમ

દાહોદ શહેરના માણેક ચોકમાં વચ્ચો વચ્ચે એક મોબાઈલ ટાવર નમી જતાં ગમે ત્યારે પડી જવાની ભીતી છે. આ જાહેર માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીમાં તેનો ડર પણ જોવા મળી રહ્યો છે. આ ટાવર કોઈપણ સમયે પડશે તો મોટી જાનહાની થવાની આશંકાઓ હોવા છતાં જવાબદાર તંત્ર કોઈ હોનારત થવાની રાહ જોતુ હોય તેમ લાગી રહ્યુ છે.

મોબાઈલ ટાવર નીચેના એક સીસીટીવી ટાવરના થાંભલાના ટેકે ઉભો છે

દાહોદમાં માણેક ચોક સર્કલ વિસ્તારમાં મુસાફરો, રાહદારીઓ અને વાહન ચાલકોની સતત આવન જાવનથી ચોવીસે કલાક ધમધમતા આ રસ્તા પર કોઈક દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતી સર્જાઈ રહી છે. આ ચોકની વચ્ચે મોબાઈલ ટાવર, સીસીટીવી કેમેરા ટાવર સાથે સાથે લાઈટના થાંભલા પણ છે. ત્યારે આની સાથે મોબાઈલ ટાવર બીલકુલ નમી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. માત્ર આ મોબાઈલ ટાવર નીચેના એક સીસીટીવી ટાવરના થાંભલાના ટેકે ઉભો છે. અને આ સીસીટીવી કેમેરાનો થાંભલો પણ આના વજનથી જો નમી જશે તો આ ક્યારેક જોતજોતામાં આ ભારેખમ મોબાઈલનો ટાવર પડી જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ મોબાઈલ ટાવરને ઉભો કરવામાં આવે તે અતિ આવશ્યક

આ ટાવર ભવિષ્યમાં પડશે તો મોટી જાનહાની સર્જાય તેમ છે. કારણ કે, અહીંથી સતત ચોવીસ કલાક લોકો પસાર થતાં હોય છે. માટે વહેલામાં વહેલી તકે આ ટાવરને સુવ્યવસ્થિત અથવા તો નવો નાખવામાં આવે તેવી અહીંના સ્થાનિકોમાં પણ માંગ ઉઠી છે. બીજી તરફ દાહોદ શહેરમાં આજ ચોકની નીચે આવેલ તાલુકા પંચાયત તરફ જવાના માર્ગ ઉપર પાઈપ લાઈનના ખોદકામનું કામકાજ પણ ચાલી રહ્યું છે. જેને પગલે આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો કામકાજના કારણે બંધ કરી દેવાતાં લોકો અવર જવરમાં તેમજ લાંબા રૂટથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. આ માર્ગ ઉપર ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. ત્યારે આ કામકાજ વહેલામાં વહેતુ પુર્ણ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: