બેઠક: દાહોદ પાલિકાના નવ નિર્વાચિત પદાધિકારીઓને વિકાસલક્ષી કામોથી મહિતગાર કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- કયા કામ કોણ કરે છે, ક્યારે પૂર્ણ થશે તેની માહિતી સભ્યોને પૂરી પાડવામાં આવી બેઠકમાં માત્ર શાસક પક્ષના સભ્યો જ હાજર રહ્યા
દાહોદ શહેરમાં કઇ એજન્સી કયું કામ કરે છે અને કયા પ્રોજેકેટની કામગીરી ચાલી રહી છે તેનાથી મોટા ભાગના શહેરજનો અજાણ છે. જેથી પાલિકાના નવ નિર્વાચિત સભ્યોએ એજન્સીઓ સાથે બેઠક યોજીને માહિતીની આપલે સભ્યો સાથે કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રથમ મિટીંગમાં પરિચય સાથે સદસ્યો સુધી તમામ કામગીરીની માહિતી પહોંચાડવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે શહેરીજનો સુધી પણ આવી માહિતી જાહેર કરવી હિતાવહ છે.
દાહોદ શહેરનો સમાવેશ સ્માર્ટ સીટીમાં કરવામાં આવેલો છે,તેને કેટલાય વર્ષના વ્હાણાં વીતી ગયા છે ત્યારે ઘણાં પ્રોજેક્ટ્સ અંતર્ગત હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ ચુંટાયેલા સભ્યો તેનાથી માહિતગાર હોવા જરુરી છે.જેથી પાલિકામાં પદગ્રહણ કર્યા બાદ શાસક પક્ષના સભ્યો સાથે વિવિધ એજન્સીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં સ્ટ્રોમ વોટર,ગેસ પાઇપ લાઇન,ભુગર્ભ ગટર તેમજ મોબાઇલ કેબલ નાખનાર એજન્સીઓનો સમાવેશ થાય છે.આ બેઠકમાં પાલિકાના ચીફ ઓએફિસરે તમામ કામગીરીની માહિતી આપી હતી તેમજ તમામનો પરિચય કરાવ્યો હતો.
શાસક પક્ષના નેતા પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે તેથી તેમના અનુભવના આધારે તેઓએ તમામ એજન્સીઓને જણાવ્યુ હતુ કે, વિસ્તારવાર થનારા કામો પાલિકાના અધિકારીઓને તેની પ્રિન્ટ આપવી. જેથી ચુંટાયેલા સભ્યોને તેની જાણકારી આપી શકાય.જેથી કયા વિસ્તારમાં કયા કામ કેટલા સમયમાં થશે તેની જાણ થઇ શકે,જેથી કામગીરીનું નિરીક્ષણ કરી શકાય અને સમસ્યા ઘટાડી શકાય. તેઓએ ચુંટાયેલા સભ્યોને પણ આપીલ કરી હતી કે પોત પોતાના વિસ્તારમાં થતી કામગીરીની વિગત પણ મેળવવી જોઇએ.
આમ આ બેઠકમાં વિપક્ષના પાંચ પૈકી એક પણ સભ્ય હાજર ન હોવાની માહિતી પણ મળી છે. ત્યારે વિપક્ષમા માત્ર પાંચ સદસ્યો છે તેમાંથી 4 તો એક જ વોર્ડ નં-3માં છે અને એક વોર્ડ નં-1માં છે. ત્યારે આ સભ્યોએ પણ માહિતી મેળવવી જોઇએ અથવા તે તેમને પણ માહિતગાર કરવા જોઇએ તે લોક તંત્રનો સિધ્ધાંત છે. તેની સાથે દાહોદ શહેરમાં ચાલતી કામગીરી વિશે તબક્કાવાર માહિતી શહેરીજનોને માટે પણ જાહેર કરવી જોઇએ. જેથી શહેરમાં ચાલી રહેલા વિકાસકામો વિશ્ કોઇ પણ ભ્રમણાં પ્રજામાં ન રહે તે પણ એટલું જ જરુરી છે. તેની સાથે તમામ સભ્યો પાંચ વર્ષ આવી જ ગતિશિલતાથી કામ કરે તે શહેરના હિતમાં છે અને સૌ કોઇ આરંભે શૂરા સાબિત ન થાય તે પણ એટલું જ જરુરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed