બૂટલેગરો માટે મોકળું મેદાન: હોમગાર્ડે દારૂ પકડ્યો એ પોઈન્ટ બંધ કરી દેવાયા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંજેલી બાયપાસ રોડથી હોમગાર્ડના જવાનોએ દારૂ પકડ્યો હતો

સંજેલી બાયપાસ પ્રતાપરા મુખ્ય રોડ પર રાત્રી ફરજ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ દારૂ પકડયા બાદ પોલીસનું આબરૂના ધજાગરા ઉડતા પોઈન્ટો બંધ કર્યા જેથી બૂટલેગરોને મોકળું મેદાન મળ્યું છે. ચોરી લૂંટફાટ અને દારુની હેરાફેરીનો સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. રોલકોલ દરમિયાન તાલુકા ઓફીસર કમાન્ડિગ સહિત દારૂની ગાડી પકડનાર સહિત 6 જવાનોને પીએસઆઈ ધમકી આપી તગેડી મૂક્યા હતા.

સંજેલી તાલુકામાં વર્ષોથી હોમગાર્ડ જવાનો બાયપાસ રોડ સહિત વિસ્તારોમાં રાત્રી દરમ્યાન 96 જેટલા જવાનો 32 પોઈન્ટ પર ફરજ બજાવે છે. મહામારીમાં પણ આ જવાનોએ દિવસ રાત ખડેપગે ઊભા રહ્યાં હતાં. જેથી ચોરી જેવા બનાવો નહીવત પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ બાયપાસ રોડ પર રાત્રિ દરમ્યાન દારૂ ભરેલા વાહનોની અવરજવર વધતાં બુટલેગરો બેફામ બન્યાં હતાં. જેમા પંદર દિવસ અગાઉ સંજેલી બાયપાસ રોડ પર પોઈન્ટોના હોમગાર્ડ જવાનો દ્વારા 21મીને સોમવારે રાત્રિ દરમ્યાન પ્રતાપપુરા પાસેથી વગર નંબરની દારૂ ભરેલી ગાડી સાથે બેને ઝડપી હવાલે કર્યાં હતાં.

જેથી પોલીસના આબરૂના ધજાગરા ઉડયાં હતા. તાલુકામાં ચારેકોર હોમગાર્ડને કામગીરીની વાહ વાહ થઇ હતી. પરંતુ પોલીસ દ્વારા હોમગાર્ડની કામગીરીને શાબાશીને આપવાને બદલે પીએસઆઇએ હોમગાર્ડનું નાક દબાવવા બાયપાસ રોડ સહીત ચમારીયા અને બીજેપીના પૂર્વ પાર્ટી પ્રમુખના સહિતના પોઈન્ટો બંધ કરી 100 જવાનમાંથી માત્ર 36 જવાનોને જ બોલાવે છે. જેથી બૂટલેગરોને મોકળું મેદાન આપી દીધાનું ચર્ચાયું છે.

સંજેલી બાયપાસ રોડ પર હોમગાર્ડ કમાન્ડિગની મા. શાળા સહિત ત્રણ માધ્યમિક શાળાઓ ત્રણ પેટ્રોલ પંપ સરપંચનું અને ન્યાય સમિતિ ચેરમેનના નિવાસસ્થાન ટીડીઓનુ ભાડાનું મકાન સહીત રહેણાંક વિસ્તારો આવેલા છે તેમ છતાં પણ પીએસઆઈએ પોતાની સત્તાના નશામાં ડૂબી હોમગાર્ડ જવાનોના પોઈન્ટો બંધ કરતાં પીએસઆઈની કામગીરી સામે ચર્ચાનો વિષય બન્યો હતો.

દિવસે બોલાવવા કે રાત્રે એ મારો વિષય
હોમગાર્ડ જવાનની ઉપરથી મંજુરી આવે તેમને રાખું છું મારે દિવસે બોલાવવા કે રાત્રે એ મારો વિષય છે. નોકરી ન કરે તો તગેડી મૂકું સંજેલીમાં વધુ હોમગાર્ડ જવાનોની જરૂર નથી. જીઆરડી જવાનો આવે છે આ બધી મેટર પતી ગઈ છે વરસો થઈ ગયાં.>એસ.એમ. લાસણ, PSI સંજેલી

લાલ શેરો મારવાની ધમકી આપી PSIએ તગેડી મુક્યા
સંજેલી હોમગાર્ડ જવાનના તાલુકા ઓફિસર કમાન્ડિંગ સહિત દારૂની ગાડી પકડનાર છ જવાનોને એક જુલાઈએ પીએસઆઈ રોલકોલ દરમિયાન છ વ્યક્તિઓનાં નામ બોલી તમારે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવુ નહી તેમ કહી તગેડી મૂક્યા હતા. જવાને પુછપરછ કરતા પી.એસ.આઇ. એસ.એમ. લાસણ ઉશ્કેરાઈ જઈ લાલ શેરો મારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અને મારે જેટલા માણસો જોઈએ તેટલા હું બોલાવી લઈશ અને હોમગાર્ડ જવાન કાંતી લક્ષ્મણને પી.એસ.આઇ.એ હોમગાર્ડ યુનિટ કચેરીનો ચાર્જ સોંપ્યો હતો. પીએસઆઈની સત્તા ન હોવા છતાં પણ યુનિટનો ચાર્જ સોંપ્યો.>વિજય સિહ બારીયા, સંજેલી તાલુકા કમાન્ડિંગ

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: