બુટલેગરો બેફામ: ઝાલોદથી સુખસર જતા માર્ગ પર ટ્રકમાંથી રૂ.3.23 લાખનો દારૂ ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજસ્થાનના બે બુટલેગરની રૂ.6.34 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝાલોદથી સુખસર તરફ જતાં માર્ગ પર પોલીસે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન એક ટ્રકમાંથી પોલીસે રૂ. ૩3,24,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલક સહિત બે આરોપીઓની અટક કર્યાનું જાણવા મળ્યુ છે.

ટ્રકમાંથી વિદેશી દારૂની 45 પેટીઓ મળી

રાજસ્થાન રાજ્યના ઉદેપુર તથા બાંસવાડા જિલ્લામાં રહેતાં શંકરભાઈ પ્રેમાજી ગાયરી તથા તેની સાથે જીતુલાલ મંગુભાઈ પટેલ આ બન્ને પોતાની એક ટ્રક લઈ ફતેપુરા તાલુકાના ઝાલોદથી સુખસર તરફ જઈ રહ્યાં હતાં. આ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ સ્થળે વોચ ગોઠવી ઉભા હતાં. ત્યારે આ ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. અને ટ્રકમાં સવાર ઉપરોક્ત બન્નેની અટકાયત કરી હતી. ટ્રકની તલાસી લેતાં પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 45 પેટીઓ જેમાં 2160 બોટલો હતી. તેથી રૂ.3,24,000ના મુદ્દામાલ સાથે ટ્રકની કિંમત વિગેરે મળી મળી કુલ રૂ.6,34,0000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે સુખસર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: