બારીયામાં બે દિવસીય 15મો ગ્રામિણ ઓલિમ્પિકસ યોજાશે

૧૬ મી સુધી સ્પર્ધાઓમા પ્રવેશ મેળવી લેવો

  • Dahod - બારીયામાં બે દિવસીય 15મો ગ્રામિણ ઓલિમ્પિકસ યોજાશે

    ગુજરાત રાજય, ગાંધીનગર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર દાહોદ સંચાલીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ દ્વારા દેવગઢ બારીયા ખાતે ૧૭, ૧૮ ઓક્ટોબર’૧૮ ના રોજ પંદરમો ગ્રામિણ ઓલમ્પિકસ યોજાશે. જેમાં ભાઈઓ બહેનો માટેની અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ૧૦૦ મી., ૨૦૦ મીટર દોડ, લાંબી સ્પર્ધાઓનું દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ આયોજન કર્યું છે. ભાગ લેવાના તમામ જિલ્લાનાં ગ્રામ્યકક્ષાનાં ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દાહોદ જિલ્લા સેવા સદન, રૂમ નં.૧૧, છાપરી, દાહોદ તથા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, રમત ગમત સંકુલ, દેવગઢ બારીયા, ને તા.૧૬ સુધી રૂબરૂ અથવા ઈમેલ દ્વારા dsodahod12@gmail.com / seniorcoach.dahod@gmail.com એન્ટ્રી મોકલવાના રહેશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: