બારિયા તાલુકામાં દુષ્કર્મનો ભોગ બનેલી મુંગી યુવતિએ ઇશારાઓથી વ્યથા વર્ણવી

સબંધિની ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ હાથ-મોઢુ બાંધીને અપહરણ કરાયું : આખી રાત ગોંધી રાખી

 • Dahod - બારિયા તાલુકામાં દુષ્કર્મનો ભોગ બનેલી મુંગી યુવતિએ ઇશારાઓથી વ્યથા વર્ણવી

  દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં મિત્રની મદદથી મુંગી યુવતિનું બળપૂર્વક અપહરણ કરીને લઇ ગયા બાદ યુવકે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે થયેલા પાશવી કૃત્યનું ઇશારાઓથી વર્ણન કરતાં અંતે સબંધિ યુવતિની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

  દેવગઢબારિયા તાલુકાથી 17 કિમી દૂર આવેલા એક ગામમાં રહેતી 20વર્ષિય યુવતિ મુંગી છે. સાંજના છ વાગ્યાના અરસામાં તે ઘરની બહાર હતી. પોતાના મિત્ર સાથે મોટર સાઇકલ લઇને આવેલો સોમા ભેમા કોળી નામક યુવકે યુવતિને મોટર સાઇકલ ઉપર બેસાડવા બળબજરી કરી હતી. યુવતિએ પોતાની રીતે પ્રતિકાર કર્યો હતો પરંતુ સોમાએ તેનો ચોટલો પકડીને હાથ તેમજ મોઢુ બાંધી દીધુ હતું. આ સાથે માર મારીને મોટર સાઇકલ ઉપર બેસાડી

  …અનુ. પાન. નં. 2

  મોટર સાઇકલ બીનવારસી મળી

  દુષ્કર્મ આચરનારા યુવાનની પોલીસે તપાસ કરતાં તે ઘરે મળી આવ્યો ન હતો. ગામની આસપાસ શોધખોળ કરતાં આ યુવાનની મોટર સાઇકલ બીનવારસી મળી આવી હતી. દુષ્કર્મી યુવાનને મદદ કરનાર કોણ હતો તે તેના પકડાયા બાદ જ જાણવા મળશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: