બારિયા તાલુકામાંથી 3 સ્થળેથી રૂા.2.35 લાખનો દારૂ ઝડપાયો

  • કાલીયાકુવા, ભથવાડા ટોલનાકાથી પોલીસે પાંચની ધરપકડ કરી
  • કાલીયાકુવામાં ખેપિયો બાઇક ફેંકી ફરાર, કુલ રૂા.6,17,652નો મુદ્દામાલ જપ્ત

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. દેવગઢ બારિયા તાલુકામાંથી પોલીસે ત્રણ સ્થળેથી વાહનોમાં હેરાફેરી કરતો 2,34,720નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ 6,17,652 રૂ.ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી હતી. દેવગઢ બારિયાના ભથવાડા ગામે કારમાં તલાશી લેતા શીટના ભાગે તથા પાછળની ડીકીના ભાગેથી વિદેશી દારૂની 35 પેટી જેમાં પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ 1680 જેની કિંમત 1,68,000ની મળી આવી હતી. બે ઇસમોની ધરપકડ કરી હતી.

પોલીસને જોઇ દારૂ સાથે બાઇક ફેંકી ભાગી ગયો
જ્યારે ગરબાડાના ભીલવા ગામનો વિનોદ ગણાવા, ઝરીબુઝર્ગનો અજય ભુરા વહોનીયા, મધ્યપ્રદેશના સેજાવાડા ગામનો નિતેશ ગણાવા ત્રણે જણા ગાડીમાં જતા હતા. ત્યારે તલાસી લેતાં વિદેશી દારૂની 240 નંગ ક્વાટરીયા જેની કિંમત 37,200ની મળી આવ્યા હતા. કુલ 2,39,700ના મુદ્દામાલ સાથે દે.બારિયા પોલીસે ત્રણેય ઇસમોની ધરપકડ કરી હતી. કાલીયાકુવા ગામે રોડ ઉપર બાઇક ઉપર દારૂ લઇને આવતો ખેપિયો પોલીસને જોઇ દારૂ સાથે બાઇક ફેંકી ભાગી ગયો હતો. પ્રોહી મુદ્દામાલ તથા બાઇક મળી કુલ 44,520નો મુદ્દામાલ કબ્જે લીધો હતો


Related News

Comments are Closed

%d bloggers like this: