બાઈક ચોર ઝડપાયા: દાહોદ એલસીબીએ ચોરીની 10 બાઈક સાથે એક સગીર સહિત ત્રણને ચોરોને ઝડપી પાડયા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રૂ. 4.65 લાખની 10 બાઈક પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી
દાહોદ એસ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ મોટરસાઈકલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે. આ આરોપીઓ પૈકી એક બાળ કિશોર પણ સંડોવાયેલો છે. પોલીસે આ ગેંગ પાસેથી ચોરીની કુલ 10 મોટરસાઈકલો કબજે કરી છે જેની કુલ કિંમત રૂ. 4 લાખ 65 હજાર છે. આ ગેંગના સાગરીતો દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ આંતર જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી મોટરસાઈકલ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોટરસાઈકલ ચોરીના બનાવોમાં ઘરખમ વધારો જોવા મળ્યો હતો. ત્યારે વાહન ચોરીની ઘટનાને પગલે વાહન માલિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે એક્શનમાં આવેલા દાહોદ એલ.સી.બી. પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી વાહન ચોરી ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં. પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી વાહન ચોરીના બનાવના ભેદ ઉકેલવાના પ્રયાસોમાં લાગી હતી. ત્યારે પોલીસની કામગીરી દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશ બોર્ડર તરફથી પલ્સર બાઇક તેમજ અપાચી બાઇક લઈ બે શંકાસ્પદ ઈસમો આવતાં હોવાનું પોલીસને બાતમી મળતાં દાહોદ એલ.સી.બી. પોલીસે ગરબાડા ચોકડી ઉપર મીનાક્યાર મધ્યપ્રદેશ બોર્ડર તરફથી આવતાં જોવાતી સાથે જ પોલીસે બંન્ને ઈસમોની બાઇક સાથે અટકાયક કરી હતી.
તેમની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસ બંન્નેને લઈ પોલીસ મથકે આવી ગઈ હતી અને ત્યાં ઘનિષ્ઠ પુછપરછ કરતાં અનેક સઘળી હકીકત જાણવા મળતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે ઝડપી પાડવામાં આવેલ સાગરભાઈ મીઠાભાઈ ભાભોર (રહે. ચણાસર, ડુંગર ફળિયું, તાં. ઝાલોદ, જિ.દાહોદ) અને મુકેશભાઈ મલસીંગભાઈ ભાભોર (રહે.નહારપુરા, તડવી ફળિયું, તા.જોબટ, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને આ બંન્નેની સાથે એક બાળક કિશોર મળી ત્રણ જણાની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણેય જણાએ કબુલાત કરી હતી કે, પંચમહાલ, સુરેન્દ્રનગર, ઈન્દૌર વિગેરે સ્થળોએ મોટરસાઈકલ ચોરી કરતાં હતાં.
પોલીસે ઝડપાયેલા ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરીની કુલ 10 બાઇક જેની કુલ કિંમત રૂ. 4 લાખ 65 હજારની કિંમતની બાઇકો કબજે કરી હતી. આ આરોપીઓ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, આ બાઈકર્સ ચોરી ગેંગમાં કુલ 8 સભ્યો છે જેઓ અલગ-અલગ શહેરોમાં જઈ રાત્રી દરમિયાન વાહનો પાર્ક કરેલી જગ્યાએ રેકી કરી વાહનોના લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીઆએ વડે લોક તોડી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં. નક્કી કરેલા ચોક્કસ જગ્યાએ ચોરીની બાઇક સંતાડી રાખતાં હતાં અન આ ગેંગના નક્કી કરેલા સભ્યો ચોરીની બાઇક વેચવા માટે ગ્રાહકો શોધતાં હતાં.
આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી તેઓની પુછપરછ પણ કરી રહી છે અને આ ગેંગના અન્ય સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed