બાઇક પર હેરાફેરી કરાતો દારૂનો જથ્થો જપ્ત, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

દાહોદ. તાલુકાના ચોસાલા ગામેથી એક બાઇક પર હેરાફેરી કરાતો દારૂના જથ્થા સાથે બાઇકના ચાલકને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો. દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતો કાન્તીભાઈ હકરૂ ડામોર મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જઇ રહ્યો હતો.ચોસાલા ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસે કાન્તીભાઈને મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો. કંતાનના થેલામાં ભરી રાખેલો વિદેશી દારૂ તથા બીયરની 34400ની 256 નંગ બોટલો મળી આવી હતી. ભાઠીવાડાના ઝેર ફળિયાના ગીરમલ મેડા સહિત અન્ય ત્રણ યુવકોની પણ સંડોવણી સામે આવી હતી. ત્યારે દાહોદ તાલુકા પોલીસે હેરાફેરી મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: