બહેનના ઘરે રાખડી બંધાવવા આવેલા ભાઇની જીપ ચોરાઇ

  • દાહોદના ચાકલીયા રોડ પર ઘર આગળથી બાઇક ચોરાઇ

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. મ.પ્ર.ના રતલામ જીલ્લાના શેરપુરબુઝર્ગ ગામના શીવરાજસિંહ નાહરસિંહ રાજપુત તા.11 ઓગસ્ટના રોજ તેમની એમપી-13-બીએ-3086 નંબરની તુફાન જીપ લઇને ચંદવાણા ગામે તેમની બહેનના ઘરે રાખડી બંધાવા માટે આવ્યા હતા. ત્યારે રાત્રીના સમયે બહેનના ઘર આગળ રોડ ઉપર લોક કરી મુકેલી જીપ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. સવારે જીપ જોવા નહી મળતાં શીવરજસિંહ તથા તેમની બહેનના ઘરના સભ્યોએ આજુબાજુ તથા ચંદવાણા ગામમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી શીવરાજસિંહે પોતાની 4,00000ની કિંમતની જીપ ચોરાતા કતવારા પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ચાકલીયા રોડ પર રહેતા વિશ્વદીપસિંહ મહીપતસિંહ ગોહીલે તેની 40,000ની કિંમતની જીજે-04-બીપી-6465 નંબરની બાઇક તેના ઘર આગળ લોક કરી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમ બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો. સવારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા નહી મળતાં વિશ્વદીપસિંહે આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી દાહોદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સંજેલીના ગણેશભાઇ દલસુખભાઇ ચારેલ તથા તેમના પત્ની શારદાબેન સંજેલીથી દાહોદ દવાખાને આવવા માટે મોટર સાયકલ લઇને નીકળ્યા હતા. ત્યારે સીંગવડમાં પીપલોદ રોડ ઉપર આવેલ અમુલ પાર્લરની દુકાન પર દુધ તથા બિસ્કીટની ખરીદી કરવા રોકાયા હતા. ત્યારે દુકાનના કાઉન્ટર ઉપર મુકેલ શારદાબેનનું પર્સ જેમાં 7,000ની કિંમતનો સરકારી મોબાઇલ મુકેલો હતો તે કોઇ ગઢીયો લઇ ફરાર થઇ ગયો હતો. આ સંદર્ભે શારદાબેને રંણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: