બરતરફ: ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાં રૂ. 24,62,680 નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું
- મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ઉપસરપંચને સોંપવા આવ્યો છે
ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત એક વર્ષથી વિવાદો વચ્ચે ઘેરાયેલી હતી. જેનો આખરે અંત આવ્યો છે. તેમાં સરપંચ કસૂરવાર જણાતા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોપવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતમાં વર્ષ 2017 થી ભુરસિંગ ભાઈ રામસિંગભાઈ ભાભોર સરપંચ તરીકે કાર્યરત હતા.અને ગત એક વર્ષથી નાણાપંચના નાણાંનો સરપંચ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ દ્વારા સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. અને તેની તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી,જીલ્લા હિસાબી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ઝાલોદ, ના.કા.ઈ માર્ગ-મકાન દેવગઢ બારિયાની સંયુક્ત ટીમની રચના કરી મારગાળા ગ્રામ પંચાયતની 13 માં તથા 14 માં નાણાપંચના નાણાંની તપાસ કરવામાં આવી હતી.
તપાસ ટીમ દ્વારા 5 ડિસેમ્બર 2020ના રોજ મારગાળા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર બાબતનો વિગતવાર અહેવાલ વર્ષ 2017-18 થી અને વર્ષ-2019-20સુધીના ગ્રામ પંચાયતના રોજમેળ, ચેકબુક, ચૂકવવાના વાઉચર તેમજ ગ્રામ પંચાયતના બેન્ક સ્ટેટમેન્ટ મુજબ ચકાસણી કરતા વ્યક્તિગત ચુકવેલ ચેકો ધ્યાને આવેલ હતા. કુલ 10 ચેકો દ્વારા રૂપિયા 24,62,680 જેટલી માતબર રકમ થવા જાય છે. જો કે આ નાણાનો મોટાભાગે સરપંચ દ્વારા તેના પુત્રના તથા તેના મળતિયા લોકોના નામે ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યુ હતું.
તપાસ દરમિયાન સરપંચ ઉપર કરવામાં આવેલા આક્ષેપો સામે કોઈ સચોટ પુરાવા ઊભા કરી શકેલ ન હોય તેમજ સંતોષકારક જવાબ રજુ કરેલ ન હોય ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 ની પેટા કલમ-1 ની જોગવાઈમાં થયેલ મૂળભૂત જોગવાઈ મુજબ સરપંચ ભુરસિંગભાઈ રામસિંગભાઈ ભાભોર પોતાની ફરજો બજાવવામાં કસૂરવાર હોય સરપંચના હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચિત ન હોવાથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી કાયદાકીય રીતે મળેલ સત્તા અને અધિકારની રૂઇએ હોદ્દા ઉપરથી દૂર કરવા અને મારગાળા ગ્રામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા વિકાસ કામોની ગ્રાંટમાં કરેલ ગેરરીતિ બહાર આવતા હોદ્દા ઉપરથી દૂર કરાતા ફતેપુરા તાલુકાના અન્ય કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચોમાં ફફડાટ ફેલાઈ ગયો હોવાનું જાણવા મળે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed