બપોરે બે વાગે આવેદન, રાત્રે 10 વાગે 64 દુકાનો સીલ

બારિયામાં શ્રીસરકાર જમીનમાં શોપિંગ સેન્ટર ખડકી દેવાયું હતું પ્રાંત, મામલતદાર, ચીફ ઓફીસર, રેવન્યુ સ્ટાફ…

 • Dahod - બપોરે બે વાગે આવેદન, રાત્રે 10 વાગે 64 દુકાનો સીલ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રેવન્યુ સર્વે નં. 61/2 અને સીટી સર્વે નંબર 2058 શ્રીસરકાર જમીનમાં શોપિંગ સેન્ટર બનાવીને 64 દુકાનો કાઢવામાં આવી હતી. આ દુકાનો ગેરકાયદેસર રીતે બનાવાઇ હોઇ તેને દૂર કરવા અંગેનું આવેદનપત્ર નગરના રહિશો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ગુરુવારે કલેક્ટર વીજય ખરાડીને આપવામાં આવ્યું હતું. આ મામલે રહિશોએ ગાંધી ચીધ્યા માર્ગે હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને કલેક્ટર ખરાડીએ દુકાનોને સીલ મારવાનો હુકમ કર્યો હતો. જેથી દેવગઢ બારિયાના પ્રાંત અધિકારી એ.આઇ સુથાર, મામલતદાર બી.જી બારિયા, ચીફ ઓફીસર બી.ડી મકવાણા, રેવન્યુ સ્ટાફ સાથે પીએસઆઇ બી.જી રાવલ સહિતનો મોટો કાફલો ગુરુવારની રાત્રે 10 વાગ્યે કોમ્પલેક્ષ ખાતે ધસી ગયો હતો.આ બાબતની જાણ થતાં નગરજનોનું મોટુ ટોળુ ઘટના સ્થળે એકઠુ થઇ ગયું હતું. 64 દુકાનોને સીલ મારવાની અને પંચનામાની આ કાર્યવાહી રાતના બે વાગ્યે પૂર્ણ થઇ હતી.

  કોંગ્રેસ – રહિશોએ ગુરુવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું

  દેવગઢ બારિયામાં રાતોરાત સીલ કરાયેલી દુકાનો

  દુકાનો પર નોટિસ ચોંટાડાઇ

  દુકાનોને સીલ મારવા સાથે નોટિસ ચોંટાડી હતી.જેમાં તા. 27/9/2018ના રોજ સીટી સર્વે નંબર:2058 ઉપર બનાવેલ શોપીંગ સેન્ટરની દુકાનો ઉપર સીલ મારે છે. જે સક્ષમ અધિકારીશ્રીની મંજુરી સિવાય ખોલવું નહીં.

  રાત્રે 10 વાગ્યે શરૂ કરેલી કામગીરી 2 વાગ્યા સુધી ચાલી

  RTIમાં જમીન શ્રીસરકાર હોવાનું ખુલ્યું હતું

  બારિયામાં બનેલા કોમ્પલેક્ષ મામલે સંજય પરમાર નામક વ્યક્તિએ કરેલી RTIમાં જમીન શ્રીસરકારમાં હોવાનું ફલિત થયું હતું. પાલિકાએ આકારણી કરી હોવાથી વિવિધ 5 લોકોના નામે આ દુકાનો હોવાનું પણ સામે આવ્યું હતું. ગુરુવારે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: