બજેટ: દાહોદ પાલિકાનું બજેટ બોર્ડ 31મી માર્ચે યોજાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કરોડો રૂપિયાના કામકાજોની જાહેરાત થશે
- ચેરમેનોની વરણી માટેની બોર્ડ એપ્રિલમાં મળશે
નવા હિસાબી વર્ષની શરૂઆત પૂર્વે માર્ચ મહિનાની અંતિમ તા.31 માર્ચ 2021ના રોજ દાહોદ પાલિકાની બજેટ બોર્ડ યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તાસ્થાને બિરાજેલ દાહોદ પાલિકાની નવનિર્વાચિત બોર્ડની આ પ્રથમ જ બેઠકમાં દાહોદ પાલિકા વિસ્તારના તમામ નવ વોર્ડમાં કરવા ધારેલ વિવિધ વિકાસકાર્યો માટે કરોડો રૂ.ના કામકાજોની જાહેરાત થશે તે તેવી માહિતી છે.
નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પાંચ સ્થાનો માટેની જાહેરાત બાદ હવે પાલિકામાં જે તે વિવિધ વિભાગોના ચેરમેનોની વરણી ક્યારે થશે તેના ઉપર પણ સૌની નજર છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ માર્ચના અંતભાગે બજેટ બોર્ડ બાદ એપ્રિલ માસમાં પાલિકાની સામાન્ય સભા મળશે તેમાં ટાઉન પ્લાનિંગ, બાંધકામ, આરોગ્ય, દીવાબત્તી સહિતના વિવિધ વિભાગોના ચેરમેનોની વરણી થશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસથી વહીવટદાર શાસિત દાહોદ નગરપાલિકામાં વિવિધ ખાતાઓના કામકાજ જે તે અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ચાલી રહ્યાં છે. ત્યારે હવે હોળી બાદ જ્યારે એપ્રિલમાં દાહોદ પાલિકાની બોર્ડ મળશે ત્યારે જ ચેરમેનોની સંભવિત વરણી થશે.
Related News
જાહેરનામાનો ભંગ: ધાનપુરના ભોરવામાં ચાંદલાવિધિમાં 200નું ટોળુ ભેગુ કરનાર સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: દાહોદ તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનના કાયદાનો ભંગ કરનાર બે સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed