બંધ: દાહોદમાં કલેકટરના આદેશ બાદ રવિવારે બજારો બંધ રહી, બજારમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામા આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- માસ્ક અને સોશિયલ ડીસ્ટંસના નિયમોના સંપૂર્ણ પાલનનો અભાવ
દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય કલેકટર તરફથી રવિવારે બજારો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ રવિવારે પણ દાહોદના બજાર સંપૂર્ણ બંધ રહી હતુ.ત્યારે પાલિકા દ્રારા શહેરના બજારોમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં વસતા મહત્તમ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી છે.જેથી રોજગારી માટે મહાનગરોમાં ગયેલા શ્રમિક પરિવારો હોળી મનાવવા અવશ્ય માદરે વતન આવે છે.હાલમાં પણ ગામડાઓ ઉભરાઇ રહ્યા છે અને તેને કારણે જિલ્લા મથક દાહોદ તેમજ તાલુકા મથકોના બજારોમાં ભારે ભીડ જામી રહી છે.કોરોોના ફેલાવવાનું મુખ્ય કારણ ભીડને જ માનનવામાં આવે છે.ઉપરાંત માસ્ક અને સોોશ્યલ ડીસ્ટન્સના નિયમોનુ પાાલન પણ કરવામાં આવતુ નથી.
દાહોદ જિલ્લામાં હોળી પછી લગ્નસરાની મૈાસમ પણ પૂર બહારમાં ખીલી છે ત્યારે ગામડાઓમાં વાહનોમાં હકડેઠઠ ભરાઇને લોકો લગ્ન માંણી રહ્યા છે.જે આવનાર સમયમાં જોખમી પુરવાર થઇ શકે તેમ છે.લગ્નસરાને કારણે ખરીદી કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો શહેરના બજારમાં આવી રહ્યા છે.બીજી તરફ કલેક્ટરે કોરોોનાની ગતિ રોકવા તેમજ સેનેટાઇઝેશનના હેતુથી દર રવિવારે ફરજીયાત બજારો બંધ રાખવા ફરમાન કર્યુ છે.
કલેકેટરના આદેશ પ્રમાણે દાહોદના બજારો આ રવિવારે સંપૂર્ણ બંધ રહ્યા છે.રસ્તાઓ પણ સદંતર સુમસામ છે ત્યારે ગરમીને કારણે પણ લોકો ઘરની બહાર ન નીકળતા હોવાથી લોકડાઉન જેવી અનૂભુતિ થઇ રહી છે.ત્યારે બંધ બજારોના સમયનો સદઉપયોગ કરી પાલિકાએ સવારી જ બજારોમાં સેનેટાઇઝેશનની કામગીરી હાાથ ધરી હતી.જેનો ફાયદો કોોરોોના કાળમાં થશે તે નિશ્ચિત છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed