ફિયાસ્કો: દાહોદમાં કલેક્ટરે જાહેર કરેલા સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર બજારોમાં ભીડ જામી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • On The First Day Of The Voluntary Lockdown Announced By The Collector In Dahod, The Markets Were Jammed Without Fiasco, Masks And Social Distance.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કરિયાણાની દુકાનોને આપેલી છુટની આડમાં બીજી દુકાનો પણ ખુલી જાણે વેકેશન પૂરું થયુ હોય તેવી ભીડ જામી, પોલીસ બંદોબસ્ત કે ચેકીંગના નામે મીંડુ

દાહોદ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે તેને કાબુમાં કરવા તંત્ર નુસ્ખા કરી રહ્યુ છે. કલેક્ટરે જિલ્લામાં ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ જિલ્લા મથક દાહોદમાં પ્રથમ દિવસે જ તેનો સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. કારણ કે બજારોમાં ઉમટેલી ભીડ જાણે વેકેશન માંણવા નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

દાહોદ જિલ્લામાં હવે રોજે રોજ કોરાનાના દર્દી 100ની ઉપર જ નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુ આંક પણ ઉંચો જઇ રહ્યો છે. જેથી જિલ્લા મથક દાહોદમાં પાલિકા દ્રારા લાખ મનામણાં કર્યા પછી ત્રણ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ હતુ. જિલ્લાના અન્ય તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેપારીઓ તંત્રને સહયોગ કરી રહ્યા છે અને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરી સામુહિક નિર્ણયને સફળ બનાવી રહ્યા છે.

બીજી તરફ દાહોદ જિલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોના આંકને લીધે કલેક્ટર વિજય ખરાડીએ રવિવારે સાંજે જ જિલ્લામાં સોમ, મંગળ અને બુધવાર એમ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં કરિયાણાની દુકાનોને સવારે 8થી 2 વાગ્યા સુધીની છુટ આપવામાં આવી છે. જેથી જિલ્લા મથક દાહોદમા તો સોમવાર સવારથી જ ઘણી દુકાનો ખુલી ગઇ છે અને શાકભાજી તેમજ અન્ય ફેરિયાઓ પણ વેપાર ધંધા માટે નીકળી પડ્યા હતા. વાહનોની ભીડ જાણે એવી રીતે જામી ગઇ કે જાણે વેકેશન પુરું થયુ હોય.

બજારો ધમધમતા હતા પરંતુ તેમાં કેટલાયે જાંબાઝો માસ્ક વિના બિન્દાસ્ત ફરતા હતા. સોશિયલ ડિસ્ટન્સ તો જાણે એક શબ્દ બનીને રહી ગયો હોય તેમ જણાતુ હતુ. આશ્ચર્ય એ વાતનુ હતુ કે, કોઇ પણ ઠેકાણે પોલીસ બંદોબસ્ત ન હતો કે કોઇ માસ્ક વિના ફરતા લોકોને કોઇ રોકે આથવા ટોકે. આમ તો છેલ્લા કેટલાયે દિવસોથી આ મામલે તો દાહોદ રામ ભરોસે જ છે ત્યારે કલેક્ટરના ફરમાન છતાં કોઇ પણ પ્રકારનો બંદોબસ્ત ન ગોઠવાય તે સંકલનનો આભાવ પણ કહી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: