ફાધર્સ ડે: પુત્રને સંગીત ક્ષેત્રે આગળ વધારવા પિતા 8 વર્ષથી પત્નીથી જુદા રહે છે : સંગીત સાધના માટે 3 વર્ષ મુંબઈ અપડાઉન કર્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Father Stays Away From Wife For 8 Years To Take Son Forward In Music Field: Updated Mumbai For 3 Years For Musical Instrument

દાહોદ30 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
  • બાળકનો સંગીતમાં રસ જોઈ માતા તેની સાથે વડોદરા- મુંબઈ રહે છે તો પિતા દાહોદમાં એકલા રહી પોતાનો વ્યવસાય કરે છે
  • સંતાનના શોખ માટે પિતાનું સમર્પણ

દાહોદના 14 વર્ષીય સુરજ પઢારિયાને બાળવયથી જ સંગીતનો રસ જોઈ પિતાએ તેને તે ક્ષેત્રે આગળ ધપાવવાનો નિર્ણય લીધો અને પોતાની પત્નીને બંને દીકરા સાથે વડોદરા સ્થાયી કરી, પોતે દાહોદ ખાતેનો વ્યવસાય કરતા રહી પારંગત બનાવ્યો છે.

દાહોદમાં આકાશ ગ્લાસ ક્રિએશન નામે ગ્લાસ તથા વુડન ડિઝાઇનિંગનો વ્યવસાય ધરાવતા વિનેશ પઢારિયાએ પોતાના સંતાનનો સંગીતમાં રસ જોઈ બાળકની ખુશી માટે તેની સાથે પોતાના પત્નીને વડોદરા સ્થાયી કરવા તમામ અનુકૂળતા કરી આપી. સૂરજને તેની બરોડા સ્કૂલના સંગીત શિક્ષક પાસે જ હાર્મોનિયમની આરંભિક ટ્રેનિંગ અપાવ્યા બાદ હાલમાં મુંબઇ ખાતે રહેતા ભારતના સુખ્યાત સંગીતાચાર્ય પં. અજય જોગલેકર પાસે સઘન તાલિમ પામતા આ કલાકારે નાની વયે જ હાર્મોનિયમ ક્ષેત્રે પારંગતતા પ્રાપ્ત કરી છે.

વડોદરાના નિવાસ દરમ્યાન છ વર્ષ અગાઉ વડોદરા ખાતે જ 2015 માં ઉસ્તાદ ઝાકીર હુસૈન અને પંડિત અજય જોગલેકરનો એક કાર્યક્રમ હતો તે કાર્યક્રમ સુરજે તેની મમ્મી સાથે માણ્યો.અને બાદમાં મનમાં નક્કી કરી લીધું કે પંડિત અજયજીના શિષ્ય બનવું છે અને દાહોદમાં રહેતા પિતા અને વડોદરામાં સાથે રહેતા મમ્મી અને ભાઈ આકાશે તેને ઉડવા માટે ગગન આપ્યું અને યેનકેન પ્રકારેણ છ- આઠ મહિનામાં જ મુંબઈ જઈને પંડિતજીનો સંપર્ક કરી તેમની પાસે સૂરજની તાલીમનો આરંભ થયો.

પં. અજય જોગલેકરજી જયારે સમય આપે તે સમયે વડોદરાથી કોઈ ટ્રેનમાં સત્વરે મુંબઈ પહોંચીને સપ્તાહમાં બે દિવસ તાલીમ પામી ત્રીજા દિવસે પરત આવી પોતાનો શાળાકીય અભ્યાસ કરતો. આ રીતે શરૂઆતમાં બે’ક વર્ષ દાહોદથી વિનેશભાઈ નીકળતા અને વડોદરાથી તેના મમ્મી દિવ્યાબેન, બાળક સૂરજને લઈને મુંબઈ જવા જોડાતા. ત્યાર પછીના ત્રણેક વર્ષ તો સુરજ સાથે ફક્ત તેના મમ્મી દિવ્યાબેન જતા. બાદમાં ત્રણેક વર્ષ અગાઉ મુંબઈ અપડાઉન કરવા કરતા ત્યાં જ સ્થાયી થવાનો નિર્ણય લીધો.

સઘન તાલીમ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં તેને પરફોર્મન્સ કરવાની પણ તક મળી અને શંકર મહાદેવનના ઋત્વિક ફાઉન્ડેશનના એક કાર્યક્રમ માટે દેશભરમાંથી પસંદ થયેલા 12 જ કલાકારોમાં હાર્મોનિયમ માટે એકમાત્ર સુરજ પસંદ થયેલો અને ઉમદા પ્રદર્શન કરેલું. આ રીતે સતત આઠેક વર્ષથી વિ્નેશભાઈ દાહોદમાં એકલા રહી પોતાનો વ્યસાય કરે છે.અને આમ, બાળકો કાજે માતા-પિતાએ પોતાની સર્વ ખુશાલીઓ ન્યોછાવર કરી દીઘી છે. સતત 8 વર્ષથી માત્ર બાળકના રસને ધ્યાને રાખી પત્ની અને બાળક વિના, પિતા દાહોદમાં એકલા રહે છે.

આમ, પિતાએ બાળકના શોખ ખાતર પોતાના તમામ સુખ છોડીને બાળકને આગળ વધવાની અનુકૂળતા કરી આપી છે. પિતાના સમર્પણ સાથે માતાએ પણ દાહોદ કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી છોડી રાજીનામુ મૂકી દીધું હતું હાલ દાહોદ કે વડોદરા ખાતે પ્રસંગોપાત જ આખો પરિવાર એકઠો થાય છે.

પપ્પા, મમ્મીથી સતત જુદા રહ્યા મારો રસ જોઈને મારા મમ્મી-પપ્પાએ મને તમામ અનુકૂળતા કરી આપી તે કલ્પનાતીત છે. જો મને મમ્મીના સતત સમર્પણ સાથે પપ્પા તરફથી પણ સતત નીતરતો સ્નેહ અને આર્થિક સગવડો ના મળતી તો હું આગળ જ ના વધી શકતો. પપ્પા જો મારી મમ્મીને મારી સાથે રાખવાનો નિર્ણય ના લેતા તો કદાચ હું આ સ્તરે પહોંચી શક્યો ન હોત. >સુરજ પઢારિયા, બાળ કલાકાર

2017માં 10 વર્ષની વયે મુ.મંત્રીના હસ્તે સન્માનિત
2017માં માત્ર 10 વર્ષની વયે કલા મહાકુંભમાં સુરજ પઢારિયાનો પ્રથમ ક્રમ આવતા મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત થયો હતો.તે સિવાય વડોદરા તથા મુંબઈમાં અને બાદમાં ઓનલાઈન પણ કાર્યક્રમોમાં આપ્યા છે.

સંગીત માટે 3 વર્ષથી મુંબઈ જ સ્થાયી થયો
સૂરજનો મોટોભાઈ આકાશ વડોદરાની કોલેજમાં ભણે છે તો ત્રણેક વર્ષથી માતા દિવ્યાબેન સાથે સુરજ મુંબઈના ગોરેગાંવની શાળામાં એડમિશન લઇ ભણવા સાથે પંડિતજીને ત્યાં સંગીતની તાલીમ પામતો થયો. પણ લોકડાઉન આવતા હાલમાં વડોદરામાં બંને બાળકો સાથે દિવ્યાબેન સ્થાયી થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: