ફાઇ. બેંકના ફીલ્ડ ઓફિસર પાસેથી Rs.1.09 લાખ અને બાઇકની લૂંટ

રિકવરી કરીને પરત આવતાં બપોરના સમયે બનેલી ઘટના આંબાકાચમાં થયેલી લૂંટમાં ત્રણ લૂંટારૂ સામે ગુનો દાખલ

  • Dahod - ફાઇ. બેંકના ફીલ્ડ ઓફિસર પાસેથી Rs.1.09 લાખ અને બાઇકની લૂંટ

    આંબાકાચમાં લોનના રૂપિયાની રિકવરી કરીને પરત આવી રહેલા ફાઇનાન્સ બેંકના ફીલ્ડ ઓફીસરને ધક્કો મારીને ત્રણ લુટારુ એક લાખ રૂપિયા સાથે બાઇક સહિતના મુદ્દામાલની લુંટ કરીને ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

    મહેલાણના વતની અને હાલ લીમખેડા રહેતાં લાલસિંહ પર્વતસિંહ ખાંટ ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ફીલ્ડ ઓફીસર તરીકેની ફરજ બજાવે છે. લાલસિંહભાઇ મોટર સાઇકલ લઇને ધાનપુર તાલુકામાં લોનની રિકવરી માટે નીકળ્યા હતાં. બપોરના 12 વાગ્યાના અરસામાં આંબાકાચ ગામે તેઓ રિકવરી કરીને પગદંડી રસ્તેથી આવી રહ્યા હતાં. ત્યારે ત્રણ લુટારુઓએ ધક્કો મારીને તેમને પાડી દીધા હતાં. લાલસિંહભાઇ કાંઇ સમજે તે પહેલાં જ લુટારુઓએ તેમની પાસેથી 1,09,090 ભરેલી બેગ લુટી લીધી હતી. રૂપિયા સાથે બેગમાં મુકી રાખેલા બેંક તરફથી ફાળવેલા બે ટેબલેટ, બેંક લોનને લગતાં દસ્તાવેજ પણ લુટાયા હતાં. આ ઉપરાંત લુટારુ ટોળકી તેમની પાસેની બાઇક લુંટીને તેની પર જ બેસીને ફરાર થઇ ગઇ હતી. આ બનાવ અંગે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: