ફરિયાદ: સામાન્ય વાતે પિતા-પુત્રને પાઇપ લાકડીથી માર માર્યો, 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયાના ફીરોજભાઇ રસીદવાળા પિતા મહમદભાઇ સાથે લીમખેડા દુકાન બંધ કરી સાંજે બાઇક પર ઘરે આવતા હતા. ત્યારે મહેબુબભાઇ શુકલા, મુસ્તાકભાઇ શુકલા તથા મહમદભાઇ શુકલા તથા રહીમભાઇ શુકલા ચારે જણા લોખંડની પાઇપો તથા લાકડીઓ લઇને ઉભા હતા અને ફીરોજની ઉભી રખાવી મહેબુબભાઇએ કહેલ કે તમો બકરા કેમ લેતા નથી તેમ કહેતા ફીરોજના પિતાએ જણાવેલ કે મારે જરૂર નથી તો નથી લેતો તેમ કહેતા ગાળો બોલતા હતા.

જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ લોખંડની પાઇપ તથા લાકડી મહમદભાઇને મારી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા તેમના પુત્રને પણ માર માર્યો હતો. આ સંદર્ભે ફીરોજભાઇ મહમદમભાઇ રસીદવાળાએ હુમલાખોરો વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: