ફરિયાદ: બામરોલીમાં બાઇકની ટક્કરે પગપાળા જતાં એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના રમેશભાઇ મંગાભાઇ નાયક તથા તેમના પિતા મંગાભાઇ સોમાભાઇ નાયક બન્ને જણા ગામમાં આવેલી અનાજ દળવાની ઘંટીએ ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સાંજના સમયે જીજે-20-એએમ-7850 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મંગાભાઇ સોમાભાઇ નાયકને અડફેટે લઇ નીચે પાડી દેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થયા હતા. તેમજ શરીરે પણ સામાન્ય ઇજાઓ અને જમણો પગ ભાંગી જતાં બેભાન થઇ ગયા હતા.

અકસ્માત કરી અજાણ્યો ચાલક બાઇક મુકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પુત્ર રમેશભાઇ મંગાભાઇ નાયકે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: