ફરિયાદ: દાહોદમાં કરાર ઉપર દુકાન ભાડે રાખી ખાલી નહિ કરતાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દુકાનો ખાલી કરવા 25 લાખની માંગણી, બે સામે ગુનો

દાહોદના નુર મહોલ્લા ઉકરડી રોડ ઉપર સોફીયા સેફીભાઇ ભાભરાવાળાએ એમ.જી.રોડની માલિકીની સી.સ. નં.1913 પૈકી વાળી જમીનમાં કૃષ્ણ શિવ કોમ્પલેક્ષમાં બે દુકાનો ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા મહેશકુમાર રામભરોસેલાલ વર્મા તથા રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીયને અગિયાર મહિનાના ભાડા કરાર આધેર 15,000ના ભાટા પેટે 100ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી ભાડે આપી હતી. જેનો કરાર પુરો થતાં બન્નેને દુકાન ખાલી કરવાનું કહેતા તેમણે જણાવેલું કે થોડા દિવસમાં ખાલી કરી આપીશુ તેમ કહ્યું હતું.

ત્યાર બાદ ફરીથી દુકાનો ખાલી કરવાનું કહેતા 15 માર્ચના રોજ દુકાનો ખાલી કરી આપવા કાગળ ઉપર લખાણ કરી આપતાં કોરોના ચાલે છે પંદરેક દિવસમાં ખાલી કરી આપીશ તેમ કહી 17મેના રોજ સોફીયા સેફીભાઇ ભાભરાવાળાને બન્ને દુકાનોની ચાવી આપી ગયા હતા. ત્યાર બાદ તા.22 મેના રોજ સોફીયાબેનના પતિ સેફીભાઇ તેમની દુકાને જતા રાકેશસિંહ ક્ષત્રીય જણાવેલું કે રૂા.25,00,000 આપો તો હું દુકાનનો સામાન ખાલી કરી આપીશ અને તમારાથી થાય તે કરી લેજો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જે ચાવીઓ સોફીયાબેને આપી હતી તે તાળા તોળી દુકાનને બીજા તાળા મારી દીધા હતા. જેથી આ સંદર્ભે સોફીયા સેફીભાઇ ભાભરાવાળાએ આ બન્ને યુવકો સામે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: