ફરિયાદ: ત્રાસ આપતા સાસરિયાં સામે બે પરિણીતાની ફરિયાદ, ડાંગરિયા અને મોટાનટવાના બનાવો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગરિયા ગામમાં પરણાવેલી અને હાલ પિયરમાં ઉધાવળા રહેતી 24 વર્ષીય કૈલાસબેન પટેલે પોલીસને જણાવ્યુ હતું કે, દોઢ વર્ષ અગાઉ ડાંગરિયા ગામે રહેતા વિજય ભાઈ બળવંતભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સારુ રાખ્યા બાદ વિજયભાઇ તથા સાસુ દ્વારા કૈલાસબેન તને ઘરનું કામ બરાબર આવડતું નથી તેવા મેણા ટોણા મારીને ત્રાસ સાથે મોતની ધમકી પણ આપતા હતાં.

આ મામલે કૈલાસબેને ફરિયાદ નોંધાવી હતી. મોટાનટવા ગામે પરણાવેલી 38 વર્ષીય બિંદેશ્વરી બેન અતુલભાઇ ડોડીયારે પોલીસને જણાવ્યુ હતું કે, લગ્ન 18 વર્ષ અગાઉ ધામણીયા ફળિયામાં રહેતા અતુલભાઇ વાલાભાઈ ડોડીયા સાથે થયા હતા. સારું રાખ્યા બાદ પતિ અતુલભાઇ મારે બીજી પત્ની લાવવી છે, કહીને મેણા મારી ત્રાસ આપતા હતાં. કંટાળી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: