ફરિયાદ: ઝાલોદમાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવા ત્રાસ આપતા હતા
ઝાલોદની પરણિતાને સાસરિયાઓ ઘરના કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવાનું કહી ત્રાસ આપતાં પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફતેપુરાની પરણિતા રોશનીબેન હાર્દિકભાઇ પંચાલના લગ્ન 5 વર્ષ અગાઉ ઝાલોદના હાર્દિકભાઇ રજનીકાંત પંચાલ સાથે થયા હતા. અઢી વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સસરા, સાસુ, જેઠ તથા નણંદ ઘરના કામકાજ મુદ્દે હેરાન કરી તકરાર કરી તને ઘરનું કામકાજ બરાબર આવડતુ નથી. તુ અમને ગમતી નથી તેમ કહી પતિએ મારે બીજી પત્ની લાવવાની છે તને રાખવાની નથી અને બીજા જોડે આડા સંબંધોનો વહેમ રાખી મારઝુડ કરતો હતો.
તેમજ જેઠ તથા નણંદ પણ અવાર નવાર ફોન પર ગાળો બોલી તકરાર કરી મેણા ટોણા મારતા અને બીજાના કહેવામાં આવી ઉશ્કેરાઇ મારઝુડ કરી ત્રાસ આપી બે ત્રણ વાર ઘરમાંથી કાઢી મુકી હતી. રોશનીબેનના પિતાએ પુત્રીના સાસરીયાઓને ફતેપુરા સમાધાન માટે બોલાવતા તેઓ ઉશ્કેરાઇ જઇ ઝઘડો તકરાર કરી ગાળો બોલી ત્યાંથી જતા રહ્યા હતા.
ત્યાર બાદ છોકરીને લેવા આવવાની વાત કરવા છતાં પતિ તથા સાસરિયાઓ લેવા ગયા ન હતા અને વધારે હેરાન કરવા લાગ્યા હતા. શારીરિક માનસિક ત્રાસ આપી આશરે 20 મહિનાથી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે હારીથાકી રોશનીબેને પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Related News
આગ: દાહોદના દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલના દવાના સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી, દવાના જથ્થાને નુકસાન
Gujarati News Local Gujarat Dahod A Fire Broke Out In The Drug Store Of DevgarhRead More
ભેળસેળિયા દંડાયા: દાહોદ અને ગરબાડામાંથી લીધેલા વેપારીઓની દુકાનના સેમ્પલ નુકસાનકારક જાહેર થતા દંડ ફટકાર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
Comments are Closed