ફરિયાદ: ખરોડમાં ફટાકડાથી ડરીને નાની બાળકી બાઇક સાથે અથડાતાં મામલો બિચક્યો, મંદિરે દર્શન કરવા જતાં બાળકી અથડાઇ ગઇ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મારામારી થતાં ગામના જ પિતા-પુત્ર સામે ફરિયાદ

દાહોદ તાલુકાના ખરોડ ગામના કડકીયાભાઇ જવસિંગભાઇ ભોહા તથા તેમનો ભત્રીજો કાળુભાઇ રમેશભાઇ ભોહા બન્ને જણા ઘરેથી ખેડામાતાના મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. દરમિયાન સવારના દસેક વાગ્યાના અરસામાં ફળીયામાં જ રહેતા રમસુભાઇ ભોહાના ઘર પાસે અચાનક ફટાકડાના અવાજથી ત્યાં રમી રહેલી નાની છોકરી ડરીને કડકીયાભાઇ ભોહાની મોટર સાયકલ સાથે અથડાઇ ગઇ હતી.

જેથી મંગળીયાભાઇ મલાભાઇ ભોહા તથા મેહુલભાઇ મંગળીયાભાઇ ભોહા બન્ને જણા ગાળો બોલતા જઇ દોડી આવી કહેવા લાગ્યા હતા કે તમો નાની છોકરીને ગાડી કેમ અથડાવી. તેમ કહી ઉશ્કેરાઇ જઇ મોટરસાઇકલ ચાલક બંને કાકા ભત્રીજાને ગડદાપાટુનો ગેબી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી છોડાવ્યા હતા.બંને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: