ફરમાન: દાહોદ જિલ્લામાં વેપારીઓ અને શ્રમિકોને દર દસ દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે, કલેક્ટરે લીધો કડક નિર્ણય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાનાં દુકાનદારો, ફેરિયાઓએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે
  • વેપાર-ધંધા કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે

દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારોનાં નાના મોટા વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓ કોરોના સંક્રમણનો મોટો ભોગ બનતા જોવા મળી રહ્યાં છે. અને તેમના થકી અન્ય લોકોને પણ સંક્રમણ ફેલાતું હોય છે. તેથી કલેક્ટર વિજય ખરાડીએ આ વિસ્તારના તમામ દુકાનદારો, ફેરીયાઓ, લારી-ગલ્લાવાળા, શાકભાજી માર્કેટ કે અન્ય રીટેલ બિઝનેશ કરવાવાળા અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોએ દર દસ દિવસે ફરજીયાત રેપીડ, આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે તેવો આજે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

પોઝિટિવ આવનાર વેપારી કે શ્રમિક વેપાર-ધંધાના સ્થળે બેસી શકશે નહી
જાહેરનામા મુજબ દરેક વેપારીએ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકનો ટેસ્ટ કરાવી, નેગેટિવ ટેસ્ટીંગ સહિતનું કોરોના ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે. પોઝિટિવ આવનાર વેપારી કે શ્રમિક વેપાર-ધંધાના સ્થળે બેસી શકશે નહી. ઉપરાંત પોતાની દુકાન સેનેટાઈઝ કરવાની રહેશે. ધંધાના સ્થળે જે વ્યક્તિ કોરોના નેગેટિવ હોય તેઓ જ બેસીને વેપાર કરી શકશે.

જાહેરનામાની અમલવારી આજથી એટલે કે 24 એપ્રીલથી આગામી 30 એપ્રીલ સુધી
વેપારના સ્થળે દરેક વેપારી તેમજ શ્રમિકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને ગ્રાહક સાથે સામાજિક અંતર જાળવીને વેપાર કરવાનો રહેશે. ચીફ ઓફિસર અને તેઓના નિયુક્ત કરેલા પ્રતિનિધિ અને પોલીસ અધિકારીને વેપારીના કોરોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોવિડ સંબધિત જાહેરનામાં અને અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પણ દરેક વેપારીએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.

દરેક વેપારી તેમજ શ્રમિકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે
જાહેરનામાની અમલવારી આજથી એટલે કે 24 એપ્રીલથી આગામી 30 એપ્રીલ સુધી દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારમાં લાગુ પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધ ગુજરાત એપેડેમિક એક્ટની વિવિધ જોગવાઇ અનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: