ફફડાટ: ​​​​​​​દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાવડી એસઆરપી કેમ્પમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ
  • કુલ 408 જવાનોના સામુહિક ટેસ્ટ કરાતાં પરિણામ બહાર આવ્યુ

દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા. આ કેમ્પમાં આજે કોરોનાના સામુહિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

392 એસઆરપી જવાનોને તામિલનાડુ ગયા હતા
બીજી તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. જેથી આ ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અન્ય રાજ્યોમાંથી પોલીસ, એસઆરપી, બીએસએફ જેવી વિવિધ બટાલિયનોને બોલાવવામાં આવે છે. તેવી જ રીતે દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાંથી પણ 392 એસઆરપી જવાનોને તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યા હતા.

સમગ્ર કેમ્પમાં ફફડાટ
​​​​​​​
રવિવાર 11 એપ્રિલના રોજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા પાવડી એસઆરપી કેમ્પમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક સાથે 47 એસઆરપી જવાનોને કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પમાં હાહાકાર મચી ગયો છે. આ જવાનો કોના કોના સંપર્કમાં આવ્યા હશે અને કેટલું સંક્રમણ થયુ હશે તે ચકાસવું જરૂરી છે.

જિલ્લા​​​​​​​માં ઠેર ઠેર ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યા
​​​​​​​દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે ટેસ્ટીંગ અને રસીકરણ વધારવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં ઠેર ઠેર ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. દાહોદ શહેરમાં પણ બસ સ્ટેશનથી લઇ હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તારીખ 11 થી 14 દરમિયાન રસીકરણ ઉત્સવ દરમિયાન વિવિધ સંગઠનો દ્વારા રસીકરણના આયોજન પણ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: