ફતેપુરા, મોટીરેલ પૂર્વમાં જુગાર રમતા 11 ઝડપાયા, 8 ફરાર

  • 41300 નો મુદામાલ કબજે
  • 19 જુગારી સામે કાર્યવાહી કરાઇ

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરાના ડબગરવાસ વિસ્તારમાં આવેલ દશામાતા મંદિર નજીક તેમજ મોટીરેલપૂર્વ પ્રાથમિક શાળા નજીક ખુલ્લામાં જુગાર રમતો હોવાની બાતમી મળતાં ફતેપુરા પોલીસે જુગાર ધામ પર દરોડો પાડી પાના પત્તાનો જુગાર રમતા ચંદ્રકાત ડબગર, જયેશ ડબગર, યોગેશ પ્રજાપતિ, અમુલ વીજય વર્ગીય, અક્ષર ડબગરને ઝડપી પાડી પાડ્યા હતા.

જ્યારે હેમંત ડબગર, જીતેન્દ્ર પ્રજાપતિ, પ્રશાંત પ્રજાપતિ, વિજય ડબગર, ભીખા ડબગર, મિતેશ મુની, નિલેશ ડબગર, કિરીટ ડબગર પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે મોટીરેલ પૂર્વ ગામે પણ રેડ કરી પાના પત્તાનો જુગાર રમતા મગન કટારા, બાબુ કટારા, વિક્રમ ભાભોર, મહેન્દ્ર ભગોરા, શલૈષ કટારા, દિલીપ ભગોરાને ઝડપી પાડ્યા હતા. ફતેપુરા પોલીસે બન્ને જગ્યાએથી મોબાઇલ પતા પાના રોકડ રકમ મળી 41300નો મુદદામાલ કબજે લઇ 19 ખેલીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: