ફતેપુરા તાલુકામાં 8 કલાકમાં 4 ઇંચ વરસાદથી પાણી-પાણી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ

જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર અવિરત ચાલી રહી છે. શનિવારે બડધાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ રવીવારે પણ પોતાનું કામ ચાલુ રાખ્યુ હતું. શનિવારની રાતથી ચાલુ રહેલો વરસાદ રવીવારે પણ આખો દિવસ રોકાયો ન હતો. જિલ્લાના તમામ તાલુકામાં તેણે પોતાની હાજરી પુરાવી હતી. જેમાં ફતેપુરા તાલુકામાં પરોઢના છ વાગ્યાથી બે વાગ્યા સુધી આઠ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં તાલુકા સાથે ફતેપુરા નગરમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતાં.

બે વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી સામાન્ય છાંટા સિવાય નોંધપાત્ર વરસાદ પડ્યો જ ન હતો. દાહોદ શહેરમાં પણ વરસાદની હેલી ચાલુ જ રહી હતી.સતત વરસાદને કારણે શહેરના રસ્તાઓ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. સાંજના છ વાગ્યા બાદ વરસાદ શાંત પડતાં પાણી ધીમે-ધીમે ઓસરતા જોવા મળ્યા હતાં. ગરબાડા, ઝાલોદ, ધાનપુર લીમખેડામાં 12 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે સીંગવડમાં 21 મીમી અને સૌથી ઓછો દે. બારિયામાં માત્ર 13 મીમી જ વરસાદ પડ્યો હતો. ચેકડેમ છલકાવા સાથે મોટા જળાશયો પૂર્ણ સપાટીની લગોલગ પહોંચ્યા હોવાનું જોવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં બે દિ’નો વરસાદ (મી.મી)

તાલુકો શનિવાર 24 કલાક રવીવાર 12 કલાક
ગરબાડા 59 24
ઝાલોદ 61 30
બારિયા 31 13
દાહોદ 96 39
ધાનપુર 31 47
ફતેપુરા 91 77
લીમખેડા 44 36
સંજેલી 63 42
સિંગવડ 55 21

0






Related News

Comments are Closed

%d bloggers like this: