ફતેપુરા તાલુકામાંથી સગીરાનું અપહરણ : 4 માસ બાદ ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માતા સાથે ગયેલી સગીરા ડ્રેસ લઇને આવું છું કહી ગઇ હતી

ફતેપુરા તાલુકાની માતા-પુત્રી તા.4 એપ્રિલે બપોરેે ઘરેથી સુખસર બજારમાં ઘર વખરીનું સરસામાન લેવા માટે ગયા હતા. ત્યારે 16 વર્ષીય છોકરી માતાને ડ્રેસ લેવા જાઉ છું કહી ગઇ હતી અને તેની માતા ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન જુના વિરણીયાનો મહેશ કાળુ કોટવાળ આ 16 વર્ષ અને 1 મહિનાની સગીરાનું પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. ડ્રેસ લેવા ગયેલી છોકરી મોડે સુધી પરત ઘરે નહી આવતાં ગામમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

ત્યાર બાદ સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. બે મહિના બાદ ભોગ બનનાર સગીરાએ ફોન દ્વારા તેના કાકાને જાણ કરી હતી કે અરવલ્લી જીલ્લાના જુના વિરણીયા ગામનો મહેશ કાળુ કોટવાળ અપહરણ કરી લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સગીરના પરિવારના લોકોએ ત્યાં જઇ તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યાર બાદ અપહરણકર્તા મહેશે ફોન કરી જણાવેલ કે તમારી છોકરી મારી પાસે છે અને તેનો નિકાલ સમાજ રાહે કરી દઇશુ અને સમાજ રાહે નિકાલ ના થાય તો છોકરી સોપી દેવાનું જણાવતા જે તે સમયે ફરિયાદ આપી ન હતી. પરંતુ આજ દિન સુધી પરત નહી સોપતાં સગીરાની માતાએ આખરે સુખસર પોલીસ મથકે મહેશ કાળુ કોટવાળ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: