ફતેપુરામાં તંત્ર નિષ્ફળ: ગ્રામજનોએ સરકારી જમીન પચાવી પાડવા આવેલા ભૂમાફિયાઓને ઊભી પૂછડીએ ભગાડ્યા
ફતેપુરા2 કલાક પહેલા
- કૉપી લિંક
ભૂમાફિયાઓ દ્વારા રાતના સમયે ખોદી કઢાયેલા તળાવની પાળ તથા ગ્રામજનોએ કલેક્ટર, ડીડીઓને આવેદન આપ્યુ હતું.
- તળાવની પાળના ખોદકામ અંગે કલેક્ટર-ડીડીઓને આવેદન
- મામલતદારથી માંડી કલેક્ટર સુધી રાત્રે જ ફોન રણકાવ્યા : સવારે ડીવાયએસપી દોડી આવ્યા
ફતેપુરામાં બેફામ બનેલા ભૂ માફિયાઓએ મધ્ય રાત્રે જગ્યા અંકે કરવા માટે તળાવની પાળ ખોદાવી રહ્યા હતાં. આ બાબતની જાણ થતાં ધસી ગયેલા ગ્રામજનોએ ભૂ-માફિયાના માણસોને ભગાવ્યા હતાં. નગરમાં સરકારી જગ્યા ઉપર કબજાની ઘટનાઓનો ગ્રામજનોએ આક્રોશ ઠાલવીને બુધવારે કલેક્ટરને આવેદન પણ આપ્યુ હતું. મામલો ગરમાતા સવારે ડીવાયએસપી પણ ફતેપુરા દોડી ગયા હતાં.
ફતેપુરા નગરમાં જમીન દલાલો અને ભૂ માફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર કબજાની ઘટનાઓના ગણગણાટથી પ્રજામાં આક્રોશ હતો. ત્યારે રાતના દોઢ-બે વાગ્યાના અરસામાં ભૂ માફિયાના માણસો જેસીબી અને ટ્રેક્ટરો લઇને તળાવની પાળને ખોદવા ધસી ગયા હતાં. કામગીરી શરૂ પણ કરી દેવાઇ હતી પરંતુ દરમિયાન ગ્રામજનોને ખબર પડતાં એકબીજાનો સંપર્ક સાધીને મોટી સંખ્યામાં લોકો તળાવની પાળે ધસી ગયા હતાં. ત્યારે પરીસ્થિતિ પારખી ગયેલા માણસો વાહનો લઇને ફરાર થઇ ગયા હતાં.
રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્ય રાત્રે જ મામલતદારથી માંડીને કલેક્ટર સુધી ફોન ધણધણાવ્યા હતાં. ઘટના આખા ફતેપુરા નગરમાં ચર્ચાનો વિષય બની હતી ત્યારે મામલો વધુ ગરમાતા ઝાલોદ ડીવાયએસપી પણ બુધવારની સવારે ઘટના સ્થળે ધસી ગયા હતાં. આ ઘટના મામલે બુધવારે દાહોદ ધસી આવેલા ગ્રામજનોએ સ્થાનિક અધિકારીઓ સાથે કલેક્ટર અને ડીડીઓને પણ આવેદન આપ્યા હતાં.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed